ટોપ ન્યૂઝટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

ગુરુગ્રામના ટિનેજરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 12.90 સેકન્ડમાં સાયકલિંગ કરતાં-કરતાં રુબિક્સ ક્યૂબ પઝલ સોલ્વ કરી

Text To Speech

ગુરુગ્રામના સર્વજ્ઞ કુલશ્રેષ્ઠ નામના ટિનેજરે સાયકલ પર ફરતાં-ફરતાં સૌથી ઓછા સમયમાં પઝલ ક્યુબને સોલ્વ કરવા માટેનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સર્વજ્ઞનો આ વીડિયો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કરવામાં આવ્યો હતો. યુવકના આ વીડિયોએ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોને ‘સર્વજ્ઞ કુલશ્રેષ્ઠ દ્વારા 12.90 સેકન્ડની સાયકલ પર સ્પીડ ક્યૂબિંગ.’ કેપ્શન આપવામાં આવી છે. ભારતના ગુરુગ્રામ ગામના સર્વજ્ઞએ 15 વર્ષની ઉંમરે સ્પીડક્યૂબિંગ શરૂ કર્યું હતું. અન્ય લોકોને રૂબિક્સ ક્યૂબ ઝડપથી ઉકેલતા જોઈને તેનું પણ મન આ કામ કરવા માટે પ્રેરિત થતું હતું. તે કહે છે, આ રેકોર્ડ પહેલાં તેણે ઘણા નિષ્ફળ પ્રયાસોનો સામનો કર્યો હતો.

આ વીડિયો હજુ બે દિવસ પહેલાં જ શેર કરવામાં આવ્યો હતો અને આ પોસ્ટને અત્યારસુધીમાં 2.7 લાખથી પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ઉપરાંત વીડિયો પર લાઇક્સ અને કોમેન્ટ્સના પણ ઢગલા થયા છે. ઘણા લોકોએ તો તેમની લાગણીઓ શેર કરવા માટે કોમેન્ટ બોક્સમાં ઈમોજીસનો પણ ઉપયોગ કર્યો છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના એક બ્લોગ અનુસાર, સર્વજ્ઞ માટે આ પડકારજનક હતું. તેણે રુબિક્સ ક્યૂબને સોલ્વ કરવા માટે પહેલા પોતાનો સમય સુધાર્યો અને પછી સાયકલ ચલાવતી વખતે એને સોલ્વ કરવાની તાલીમ લેવાનું શરૂ કર્યું. થોડા મહિનાની પ્રેક્ટિસ પછી એને અહેસાસ થયો કે તે ગિનીસ વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ હાંસલ કરવા તૈયાર છે અને આજે તેણે મેળવી લીધો.

જુઓ વીડિયો

Back to top button