ગુરૂ રંધાવાએ ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી, જુઓ સુંદર નજારાનો વીડિયો
- પ્રખ્યાત ગાયક ગુરુ રંધાવાએ મહાકુંભની મુલાકાત લીધી, જ્યાં તેણે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરતી વખતે ‘હર હર ગંગે’ મંત્રનો જાપ કર્યો
HD ન્યુઝ ડેસ્કઃ પ્રખ્યાત ગાયક ગુરુ રંધાવાએ તાજેતરમાં મહાકુંભ 2025ની મુલાકાત લીધી હતી જ્યાં તેણે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરતી વખતે ‘હર હર ગંગે’ મંત્રનો જાપ કર્યો હતો. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર તેની આધ્યાત્મિક યાત્રાનો ખૂબ જ સુંદર વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સિંગરે જણાવ્યું કે ગંગા આરતી અને બોટ દ્વારા ગંગા દર્શન દરમિયાન તેણે ઘણી વસ્તુઓ અનુભવી જે તે શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. તેણે મહાકુંભમાં ભક્તિની શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો. તેણે પ્રયાગરાજની યાત્રા કરી અને ગંગામાં સ્નાન કર્યું. ગુરુ રંધાવાએ બોટ પર સવારી કરતી વખતે સાંજની ગંગા આરતીના દર્શન પણ કર્યા હતા.
ગુરુ રંધાવાએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અને તસવીરો શેર કરતી વખતે ગુરુ રંધાવાએ લખ્યું છે કે, ‘મા ગંગામાં પવિત્ર સ્નાન કરવાનું સૌભાગ્ય મળ્યું. જ્યાં આસ્થા વહે છે અને આધ્યાત્મિકતા ખીલે છે. ભગવાનના આશીર્વાદ સાથે મારી નવી યાત્રાની શરૂઆત. હર હર ગંગે!’ ગાયકે મહા કુંભ મેળાની કેટલીક સુંદર ઝલક બતાવી છે અને પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર તેની આધ્યાત્મિક યાત્રાનો આ વીડિયો પણ લોકો પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
ગુરુ રંધાવાએ ગંગા આરતી કરી
વીડિયોમાં ગુરુ રંધાવાએ વહેલી સવારે નદીમાં ડૂબકી લગાવી હતી. તેણે બોટની સવારી પણ કરી હતી. ગાયકે સાંજે ગંગા આરતી જોઈ. તેણે ત્રિવેણી સંગમમાં તેના ચાહકો સાથે ક્લિક કરેલી તસવીરો મેળવી અને મંત્રોચ્ચાર કર્યા હતા. ગંગા સ્નાન દરમિયાન, ગુરુ રંધાવાએ પરંપરાગત ધાર્મિક વિધિઓનું પાલન કર્યું, મંત્રોચ્ચાર વચ્ચે માતા ગંગામાં શ્રદ્ધાની ડૂબકી લગાવી અને પછી ગંગા આરતીમાં જોડાઈને મા ગંગાની સ્તુતિ કરી હતી. ગુરુ રંધાવા હવે સોશિયલ મીડિયા પર તેના ગીતોને કારણે નહીં, પરંતુ તેની આધ્યાત્મિક યાત્રાને કારણે ચર્ચામાં છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં ચાહકોની બલ્લે બલ્લે: મળશે આ ખાસ 5 વસ્તુઓ