ટ્રેન્ડિંગધર્મ

ગુરુ પૂર્ણિમા 2023: કેમ મનાવવામાં આવે છે આ તહેવાર?

  • હિંદુ ધર્મમાં ગુરુનું સ્થાન ઇશ્વરથી પણ ઉપર
  • અષાઢ મહિનાના શુક્લપક્ષની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા
  • 3 જુલાઇ, સોમવારના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી થશે

સનાતન હિંદુ પરંપરામાં ગુરુનુ સ્થાન ઇશ્વરથી પણ ઉપર માનવામાં આવે છે. ગુરુની પૂજા માટે દર વર્ષે અષાઢ મહિનામાં શુક્લપક્ષની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ મહર્ષિ વેદવ્યાસની જયંતિના રૂપમાં મનાવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદથી ધન-સંપતિ અને સુખ-શાંતિના આશીર્વાદ મળે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમાનો તહેવાર 3 જુલાઇ, સોમવારના દિવસે મનાવાશે.

ગુરુ પૂર્ણિમાનું શુભ મુહુર્ત

હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે 2 જુલાઈના રોજ સાંજે 06:02 વાગ્યે અષાઢ પૂર્ણિમા શરૂ થશે અને 3 જુલાઈના રોજ રાત્રે 11:08 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર ગુરુ પૂર્ણિમા 3 જુલાઈના રોજ ઊજવવામાં આવશે.

ગુરુ પૂર્ણિમા 2023 hum dekhenge news

ગુરુ પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાય

  • ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરો. પીળા રંગના કપડાં અર્પણ કરો. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે અને નોકરીમાં આવતી પરેશાની દૂર થાય છે.
  • કરિયરમાં પ્રગતિ મેળવવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે પુસ્તકના પહેલા પેજ પર કંકુથી સ્વસ્તિકનું ચિહ્ન દોરો. ત્યાર પછી તમારી ઈચ્છા લખીને આ પુસ્તક માઁ સરસ્વતી પાસે મુકી દો. માં સરસ્વતીને જ્ઞાનની દેવી માનવામાં આવે છે.
  • વ્યક્તિનો કોઈ ગુરુ ન હોય તો ભગવાન વિષ્ણુને ગુરુ માનીને તેમની પૂજા કરો. માનવામાં આવે છે કે, શ્રીહરિની ઉપાસના કરવાથી ગુરુદોષથી મુક્તિ મળે છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં તકલીફ પડતી હોય તો આ દિવસે ગીતા પાઠ કર્યા પછી ગાયની સેવા કરવી જોઈએ, જેથી લાભ થશે.
  • ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ યંત્રની સ્થાપના કરવાથી જીવનભર સૌભાગ્યની કમી રહેતી નથી. તમામ કાર્ય પૂર્ણ થાય છે અને ઓફિસમાં સફળતા મળે છે. બિઝનેસમાં સફળતા મેળવવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે ગરીબ વ્યક્તિઓને પીળુ અનાજ; તુવેર દાળ, પીળા રંગની મિઠાઈનું દાન કરો.

આ મંત્રનો કરો જાપ

गुरुर्ब्रह्मा, गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर:।गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नम:।।
ॐ गुरुभ्यों नम:।
ॐ गुं गुरुभ्यो नम:।
ॐ परमतत्वाय नारायणाय गुरुभ्यो नम:।
ॐ वेदाहि गुरु देवाय विद्महे परम गुरुवे धीमहि तन्नौ: गुरु: प्रचोदयात्।

આ પણ વાંચોઃ જાણો શું છે હેર ડોનેશન, કેમ આ કેન્સર પીડિતો માટે છે વરદાન?

Back to top button