ટ્રેન્ડિંગધર્મ

ગુપ્ત નવરાત્રિઃ  અશ્વ પર સવાર થઈને આવશે મા દુર્ગા, જાણો માતાની સવારીના સંકેત

  • મા દુર્ગા અષાઢની ગુપ્ત નવરાત્રિમાં અશ્વ પર સવાર થઈને ધરતી પર આગમન કરશે. મા દુર્ગાનું અશ્વ પર આગમન કુદરતી આફતોનો સંકેત આપે છે

હિંદુ ધર્મમાં મા દુર્ગાને સમર્પિત નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિમાં મા ભગવતીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે. પહેલી ચૈત્રી નવરાત્રિ બીજી શારદીય નવરાત્રિ અને બે ગુપ્ત નવરાત્રિ. ગુપ્ત નવરાત્રિ અષાઢ અને મહા મહિનામાં આવે છે. અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિને અષાઢ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. ગુપ્ત નવરાત્રિ તંત્ર મંત્રની સાધના કરનારા લોકો માટે ખાસ હોય છે. જાણો ક્યારે શરૂ થઈ રહી છે નવરાત્રિ અને માતાની સવારી શું છે? મા દુર્ગા શું સંકેત આપે છે?

અષાઢ ગુપ્ત નવરાત્રિનો ક્યારે થશે પ્રારંભ?

હિંદૂ પંચાગ અનુસાર અષાઢ ગુપ્ત નવરાત્રિ આ વર્ષે 6 જૂલાઈ, 2024 શનિવારથી શરૂ થશે અને તેનું સમાપન 15 જૂલાઈ 2024, સોમવારના રોજ થશે. ગુપ્ત નવરાત્રિ આ વખતે નવ નહિ, પરંતુ 10 દિવસની છે. ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા ગુપ્ત રીતે કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આમ કરવાથી મા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

ઘોડા પર સવાર થઈને આવશે મા ભગવતી, જાણો માતાની સવારીના સંકેત hum dekhenge news

ગુપ્ત નવરાત્રિની તિથિઓ

  • પ્રતિપદા તિથિ (એકમ)- 6 જુલાઈ, મા કાલી
  • દ્રિતિયા તિથિ (બીજ) – 7 જુલાઈ, મા તારા
  • તૃતિયા તિથિ (ત્રીજ)- 8 જુલાઈ, મા ત્રિપુર સુંદરી
  • ચતુર્થી તિથિ (ચોથ) 9 જુલાઈ, મા ભુવનેશ્વરી
  • પંચમી તિથિ (પાંચમ) 10 જુલાઈ, મા છિન્નમસ્તિકા
  • છઠ્ઠી તિથિ (છઠ્ઠ) 11 જુલાઈ, મા ત્રિપુર ભૈરવી
  • સપ્તમી તિથિ (સાતમ) 12 જુલાઈ, મા ઘૂમાવતી
  • અષ્ટમી તિથિ (આઠમ) 13 જુલાઈ, મા બગલામુખી
  • નવમી તિથિ (નોમ) 14 જુલાઈ, મા માતંગી
  • દશમી તિથિ (દસમ) મા કમલા

ગુપ્ત નવરાત્રિ ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત

નવરાત્રિના પહેલા દિવસે ઘટસ્થાપના થાય છે. ઘટસ્થાપન કરવાથી મા દુર્ગા પ્રસન્ન રહે છે અને ભક્તોને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આ વર્ષે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત 6 જુલાઈએ સવારે 5.28 વાગ્યાથી લઈને સવારે 10.6 વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત કળશ સ્થાપનાનું અભિજીત મુહૂર્ત 11.57 વાગ્યાથી 12.53 સુધીનું રહેશે.

મા દુર્ગા અશ્વ પર સવાર થઈને આવશે

નવરાત્રિમાં આદ્યશક્તિ મા દુર્ગાની સવારીનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે અષાઢ ગુપ્ત નવરાત્રિ 6 જુલાઈ, શનિવારથી શરૂ થઈ રહી છે. શનિવાર આવે છે એટલે મા દુર્ગા અશ્વ પર સવાર થઈને ધરતી પર આગમન કરશે. મા દુર્ગાનું અશ્વ પર આગમન કુદરતી આફતોનો સંકેત આપે છે.

આ પણ વાંચોઃ 12 વર્ષ બાદ કુબેર યોગના નિર્માણથી આ ત્રણ રાશિઓને 2025 સુધી લાભ

Back to top button