મેક્સિકોમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, મેયર સહિત 18ના મોત


મેક્સિકોના સેન મિગુએલ ટોટોલાપન શહેરમાં થયેલા ગોળીબારમાં શહેરના મેયર સહિત ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, શહેરના સિટી હોલમાં એક કાર્યક્રમ દરમિયાન કેટલાક હથિયારધારીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘણા પોલીસ અધિકારીઓ પણ ગોળીઓનો ભોગ બન્યા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.

કહેવામાં આવી રહ્યું છે કે કાર્યક્રમમાં ઓછામાં ઓછા 200 લોકો હાજર હતા. આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ હોલમાં ઘૂસી ગયો અને ફાયરિંગ શરૂ કરી દીધું. ઘટના બાદ સમગ્ર શહેરમાં સેના તૈનાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનામાં સામૂહિક ગોળીબારની આ ત્રીજી ઘટના છે. હોલના બહારના ભાગના ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે જેમાં દિવાલો પર ગોળીઓના નિશાન જોઈ શકાય છે. તે જ સમયે, અન્ય એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે પોલીસે વ્યક્તિને પકડી લીધો છે.
આ પણ વાંચો : થાઈલેન્ડમાં સામૂહિક ગોળીબાર, 32 લોકોની હત્યા કર્યા બાદ હત્યારાએ પોતાને જ ગોળી મારી