ટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકા: ફાયરિંગમાં 8નાં મૃત્યુ, હુમલાખોરે પણ પોતાની જાતને ઉડાવી દીધી

Text To Speech

શિકાગો (અમેરિકા), 23 જાન્યુઆરી: અમેરિકામાં એક જ પરિવારના 8 લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, બાદમાં શંકાસ્પદ હુમલાખોરે પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. માહિતી મળતાં જ પોલીસે સોમવારે મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી. ઇલિનોઈના જોલિઅટમાં પોલીસે ફેસબુક પર જણાવ્યું હતું કે, સ્થાનિક સમય મુજબ રાતે 8.30 વાગ્યે પોલીસે આરોપી રોમિયો નેન્સને ટેક્સાસમાં ઝડપી પાડ્યો હતો. એ જ સમયે નેન્સે ખુદને ગોળી મારી દીધી હતી.

હત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી

આઠ લોકોની હત્યા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસે આપેલી માહિતી અનુસાર, આરોપી નેન્સ પહેલેથી પીડિતોને જાણતો હતો. આ ઘટનામાં શંકાસ્પદ 23 વર્ષીય નેન્સ ત્યાં નજીકમાં જ રહેતો હતો. જોલિએટ પોલીસ વિભાગનું કહેવું છે કે, પીડિતોના મૃતદેહ ત્રણ અલગ-અલગ ઘરેથી મળી આવ્યા હતા. બીજી તરફ, પ્રશાસનનું કહેવું છે કે, જોલિએટમાં નેન્સે ગોળીબાર કર્યો હતો જેમાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. પરંતુ તેણે પુરાવા અંગે કોઈ માહિતી આપી નથી. આ પહેલા સોમવારે સાંજે પીડિતોના ઘરની બહાર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિલિયમ ઈવાન્સે કહ્યું હતું કે, હું 29 વર્ષથી પોલીસમેન છું અને આ કદાચ મારો અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ રહ્યો છે.

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ વધી

મહત્ત્વનું છે કે, અમેરિકામાં ફાયરિંગની આ પહેલી ઘટના નથી. અમેરિકા હાલમાં ગોળીબાર અને બંદૂકની હિંસાની ઘટનાઓ સાથે ઝઝૂમી રહ્યું છે. અમેરિકામાં ગોળીબારની ઘટનાનો રિપોર્ટ દાખલ કરનારા ગન વાયોલન્સ આર્કાઈવ દ્વારા એકત્ર કરાયેલા ડેટા અનુસાર, આ વર્ષે માત્ર જાન્યુઆરી મહિનામાં જ 875થી વધુ લોકો ગોળીબારમાં મૃત્યુ પામ્યા છે.

આ પણ વાંચો: ચેક રિપબ્લિકની પ્રાગ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર સહિત 15ના મૃત્યુ

Back to top button