ટ્રેન્ડિંગનેશનલ

મણિપુરના કાંગપોકપીમાં બે જૂથો વચ્ચે ગોળીબાર, સ્પેશિયલ ફોર્સના જવાન સહિત બેના મૃત્યુ

  • અચાનક હુમલાની ઘટના બાદ સુરક્ષા દળોને એલર્ટ પર મૂકવામાં આવ્યા
  • મફૌ કુકી ગામમાં ગોળીબાર અને ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હોવાની માહિતી

મણિપુર : મણિપુર હિંસા ફરી પોતાનું માથું ઊંચકી રહી હોય અને ફરી એકવાર મણિપુરમાં હિંસાની આગ સળગવાની શરૂઆત થઈ રહી હોય તેમ જણાઈ રહ્યું છે. મણિપુરના કાંગકોપકી જિલ્લામાં સોમવારે બે જૂથો વચ્ચે થયેલી અચાનક ભીષણ ગોળીબાર થયો હતો. આ અચાનક થયેલા હુમલામાં સ્પેશિયલ ફોર્સના જવાન સહિત બે લોકોના મૃત્યુ થયા હતા. ઘટના બાદ સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. બીજી તરફ, સોમવારે જ તે જિલ્લાના મફૌ પશ્ચિમના મફૌ કુકી ગામમાં ગોળીબાર અને ઓછી તીવ્રતાના વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી છે. વિસ્ફોટના બનાવમાં હજુ સુધી કોઈ જાનહાનિની ​​માહિતી નથી.

 

સમગ્ર ઘટનામાં બે લોકોના નિપજ્યાં મૃત્યુ ?

અહેવાલો અનુસાર, સોમવારે સવારે લગભગ 10.30 વાગ્યે શંકાસ્પદ મૈતેઇ સશસ્ત્ર બદમાશોએ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લા અને કાંગપોકપી જિલ્લાના સરહદી વિસ્તારના હરોથેલ (કુકી ગામ) અને કોન્સાખુલ ગામ (નાગા ગામ) માં કુકી સ્વયંસેવકો પર અચાનક ગોળીબાર થયો હતો. આ ઘટનામાં બે કુકી સ્વયંસેવકોને ગોળી વાગતાં મૃત્યુ પામ્યા હતા. મૃતકોની ઓળખ હેનમિનલેન વાફેઈ અને થાંગમીનલુન હેંગિંગ તરીકે થઈ છે, જે બંને કાંગપોકપીના રહેવાસી છે. મળતી માહિતી અનુસાર, હરોથેલમાં 167 CRPF અને 18 આસામ રાઈફલ્સને POWના સામાન્ય વિસ્તારમાં નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી કેમ્પસમાં તૈનાત કરવામાં આવી છે.

 

બીજી ઘટના સોમવારે સવારે 5.15 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી મુજબ, CI પોસ્ટ મફૌ વેસ્ટ 29 BN BSFJના AORના મફૌ કુકી ગામમાંથી ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ સાંજે 5.20 કલાકે કાંગપોકપી જિલ્લાના મફૌ કુકી ગામ, ઇમ્ફાલ પૂર્વના પેરિફેરલ વિસ્તારોની દિશામાં ઓછી તીવ્રતાનો વિસ્ફોટ (પાઇપ ગન) સંભળાયો હતો. આ સ્થળ થૌબલ પોલીસ સ્ટેશન અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લા તેમજ કાંગપોકપી જિલ્લાના સંલગ્ન વિસ્તાર હેઠળ આવે છે. આમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી.

3 મેના રોજ ફાટી નીકળેલી હિંસામાં 180થી વધુ લોકો માર્યા ગયા

મૈતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યા બાદ 3 મેના રોજ ફાટી નીકળેલી હિંસામાં 180થી વધુ લોકો માર્યા ગયા હતા. મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મૈતેઇ લોકો છે. તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. તેવી જ રીતે, આદિવાસીઓ 40 ટકા છે, જેઓ મુખ્યત્વે પહાડી જિલ્લાઓમાં રહે છે. જેમાં નાગા અને કુકીનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ :આસામ રાઇફલ્સના જવાનો દ્વારા મણિપુર પોલીસનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

Back to top button