ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રેલવે પાટા પર સાયકલથી માંડી ગેસના બાટલા જેવી જોખમી વસ્તુઓ મૂકનાર ગુલઝાર શેખ ઝડપાયો

લખનૌ, 01 ઓગસ્ટ : યુટ્યુબ પર વીડિયો બનાવીને વ્યુઝ મેળવવા માટે ટ્રેનના પાટા પર સિલિન્ડરથી માંડીને સાયકલ સુધીની વસ્તુઓ રાખનાર ગુલઝાર શેખ આખરે ઝડપાઈ ગયો છે. ગુલઝાર શેખ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ તેમની ધરપકડની માહિતી આપી છે.

આરોપી તેના પગલાથી મોટી ટ્રેન દુર્ઘટના થઈ શકે તે વાતથી વાકેફ પણ હતો

શહજાદ પૂનાવાલાએ માહિતી આપતા કહ્યું કે વહીવટીતંત્ર તેમને કોઈપણ કિંમતે છોડશે નહીં. ગુલઝાર શેખ વિરુદ્ધ અનેક કલમો હેઠળ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ગુલઝાર શેખ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 324, 326 અને 109 તેમજ રેલવે એક્ટની કેટલીક કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સિવાય તેના પર IT એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ગુલઝાર શેખના પગલાથી મોટી ટ્રેન દુર્ઘટના થઈ શકે છે અને તે આ વાતથી વાકેફ પણ હતો.

ઉલ્લેખનીય છે કે ગુલઝાર શેખના કેટલાક વીડિયો વાયરલ થયા હતા જેમાં તેણે ટ્રેનના પાટા પર અલગ-અલગ વસ્તુઓ રાખી હતી. ગુલઝાર શેખે પોતાને યુટ્યુબ પર ‘હેકર’ અને ‘પ્રયોગકર્તા’ ગણાવ્યા છે. યુટ્યુબ પર તેની ગુલઝાર ઈન્ડિયન હેકર નામની ચેનલ છે, જેના 2.35 લાખ સબસ્ક્રાઈબર્સ છે.

…જો આવું થયું હોત તો ટ્રેનમાં મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત

ગુલઝાર શેખનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આમાં, તે ટ્રેન આવે તે પહેલા ટ્રેકની વચ્ચે એક મોટી સાયકલ મૂકે છે. જ્યારે ટ્રેન સંપૂર્ણપણે પસાર થાય છે ત્યારે તે સાયકલ બતાવે છે. જો કે આ મામલામાં કોઈ અથડામણ થઈ ન હતી, જો આવું થયું હોત તો ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત.

ટ્રેક પર ગેસ સિલિન્ડર, લોખંડની મોટર, ડોલ સહિતની વસ્તુઓ મુકતો

આવા જ અન્ય એક વીડિયોમાં ટ્રેનના પાટા પર ગેસ સિલિન્ડર મૂકાયેલો જોઈ શકાય છે. અન્ય વીડિયોમાં તે પાટા પર લોખંડની મોટર મૂકે છે. અન્ય એક વીડિયોમાં તે ટ્રેક પર ડોલ મૂકે છે. આ તમામ વીડિયો પછી તે વસ્તુને શું નુકસાન થયું છે તે દર્શાવે છે. હવે તેનો વીડિયો વાયરલ થયા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો : ઇઝરાયેલે હમાસના લશ્કરી વડા મોહમ્મદ ડાયફને હવાઈ હુમલામાં ઠાર માર્યો

Back to top button