ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં રોપવે ખરાબ થતાં 300 પ્રવાસીઓ હવામાં ફસાયા, સેના રેસ્ક્યૂમાં જોડાઈ

Gulmarg Gondola: જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત ગુલમર્ગ રોપવેમાં ખામી સર્જાતા ઘણા પ્રવાસીઓ હવામાં જ ફસાઈ ગયા. માહિતી મુજબ લગભગ 300 લોકો રોપવેની કેબિનમાં અટવાઈ ગયા છે. રોપવેની કેબિન અચાનક અટકી જતા અફરાતફરી મચી ગઈ હતી અને હવામાં ફસાયેલા પ્રવાસીઓ ચીસો પાડવા લાગ્યા હતા. તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સેના, પોલીસ અને પ્રશાસનની ટીમો જોડાઈ છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને ગભરાવાની કોઈ જરૂર નથી.

રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલીઓ

ગુલમર્ગમાં SDRF, NDRF અને ગુલમર્ગ ગોંડોલાની QRT ટીમો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાઈ છે. ખરાબ હવામાનને કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલીઓ આવી રહી છે અને કામ ધીમું થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં વરસાદ અને કરા પડી રહ્યા છે.

બચાવ ટીમો સીડીઓની મદદથી એક પછી એક કેબિન સુધી પહોંચી રહી છે અને લોકોને બહાર કાઢી રહી છે. ઘણા કલાકોની મહેનત બાદ મોટાભાગના પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા નિવેદન જારી

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે તકનીકી ખામીના કારણે ગુલમર્ગ ગોંડોલા કેબલ કાર સેવા તાત્કાલિક બંધ થયા બાદ સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. બધા કેબિન સુરક્ષિત છે અને ફસાયેલા પ્રવાસીઓને સલામત રીતે બહાર કાઢવા માટે તાલીમબદ્ધ ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ જરૂર નથી.

આ પણ વાંચો: Video: 10 વર્ષની બાળકીની હત્યાનો કેસઃ પ્રેસ બ્રિફિંગ દરમિયાન હસી રહેલા પોલીસ અધિકારીઓથી લોકો રોષે ભરાયા!

Back to top button