અમદાવાદગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

સાવધાન ! કોરોનાના કેસ 1000ને પાર

Text To Speech

ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડા બાદ ફરી વધારો થયો છે. કોરોનાના કેસ ફરી 1000ને પાર ગયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1101 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 886 દર્દીઓ સાજા થયા છે.  કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.65 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં કુલ 5995 એક્ટિવ કેસ

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5995 એક્ટિવ કેસ છે. જેમાંથી 15 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5980 દર્દીઓ સ્ટેબલ છે. કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,35,129 દર્દીઓ માત આપી ચુક્યા છે. તો કોરોનાને કારણે કુલ 10,965 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

CORONA TESTING

અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ

જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 364 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 78, મહેસાણા 76, ગાંધીનગર 60, વડોદરા 58, સુરત કોર્પોરેશનમાં 48, રાજકોટ કોર્પોરેશન 43, ગાંધીનગર કોર્પોરેશનમાં 40, કચ્છ 38, સુરત 29, બનાસકાંઠા 26, વલસાડ 22, ભાવનગર કોર્પોરેશનમાં 21, નવસારી 19, ભરૂચ 18, અમરેલી 17, સાબરકાંઠા 17, પાટણ 16, રાજકોટ 16, આણંદ 14, અમદાવાદ 10, મોરબી 10, પોરબંદર 9, દેવભૂમિ દ્વારકા 8, અરવલ્લી 6, ખેડા 6, પંચમહાલ 5, તાપી 5, ભાવનગર 4, બોટાદ 3, જામનગર 3, જામનગર કોપોરેશન 3, સુરેન્દ્રનગર 3, મહીસાગર 2, છોટા ઉદેપુર 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1 એમ કુલ 1101 કેસ નોંધાયા છે.

CORON VACCINE

રસીકરણના મોરચે સરકાર મજબૂત

રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં ગુરૂવારની સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 3,65,501 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 2,227ને રસીનો પ્રથમ અને 8721 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 429 ને રસીનો પ્રથમ અને 2,051 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 46,559 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 3504 ને રસીનો પ્રથમ અને 3,299ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 2,98,711 પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,49,87,066 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

Back to top button