ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

GUJCET પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, ઓનલાઈન ભરી શકાશે ફોર્મ

Text To Speech
  • ગુજકેટની પરીક્ષા ફી 350 રૂપિયા રાખવામાં આવી છે
  • સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન આવેદન પત્ર ભરાશે
  • ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનું રહેશે

GUJCETની પરીક્ષા અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. GUJCET (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) 2025ની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે.

ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનું રહેશે

વિદ્યાર્થીઓ 17 ડિસેમ્બરથી સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઓનલાઇન આવેદન પત્ર ભરી શકશે. 31 ડિસેમ્બર સુધી આ વેબસાઇટ કાર્યરત રહેશે. ઉમેદવારો 31 ડિસેમ્બર બાદ ફોર્મ ભરી શકશે નહીં. ગુજકેટની પરીક્ષા ફી 350 રૂપિયા રાખવામાં આવી છે. જે SBIePay System મારફતે ઓનલાઈન (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ) અથવા SBIPay ના ‘SBI Branch Payment’ ઓપ્શન દ્વારા દેશની કોઈપણ SBI Branch માંથી ભરી શકાશે. ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનું રહેશે.

ગુજકેટની પરીક્ષા 3 કલાક માટે લેવામાં આવશે

ગુજકેટની પરીક્ષા 3 કલાક માટે લેવામાં આવશે. આ પરીક્ષા ત્રણ ભાષા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં લેવામાં આવશે. પ્રશ્નપત્ર કુલ 120 માર્કસનું હશે, જેમાંથી 40 પ્રશ્નો ભૌતિકશાસ્ત્રના, 40 પ્રશ્નો રસાયણશાસ્ત્રના અને 40 પ્રશ્નો ગણિતના પૂછવામાં આવશે. સાચા જવાબો માટે એક માર્ક આપવામાં આવશે, જ્યારે ખોટા જવાબો માટે 0.25 માર્કસ કાપવામાં આવશે. આ પરીક્ષા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં લેવામાં આવશે.

દર વર્ષે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે

ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દર વર્ષે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે.

Back to top button