ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 6થી 20 જાન્યુઆરી સુધી પરીક્ષા માટે ફોર્મ ભરી શકાશે. આ પરીક્ષા માટે ફોર્મ ઓનલાઈન ભરી શકાશે જે માટે બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેવું નોટિફેકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ક્યાં ગ્રુપના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને AB ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ) 2023 પરીક્ષા માટેની ઓનલાઈન આવેદન ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ www. gseb.org પર મુકવામાં આવેલ છે.