ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નવસારી/ ‘લખપતિ દીદી’ કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી ગુજરાતની મહિલા પોલીસ સંભાળશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગાંધીનગર, 6 માર્ચ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા.૮મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ૧.૫૦ લાખથી વધુ મહિલાઓ સહભાગી થશે. ત્યારે આ કાર્યક્રમમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી માત્રને માતા મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ સંભાળશે. આ નિર્ણય માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં પોલીસિંગ અને લૉ એન્ડ ઓર્ડર ક્ષેત્રે માઇલ સ્ટોન સ્ટેપ સાબિત થશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે, વડાપ્રધાનના કાર્યક્રમમાં લો અને ઓર્ડરથી લઈને સમગ્ર કાર્યક્રમની જવાબદારી મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. હેલિપેડથી લઈને રૂટ, અને રૂટથી લઈને સભા સ્થળની સપૂર્ણ વ્યવસ્થાઓની ઉપર ગુજરાતના મહિલા પોલીસની ચાંપતી નજર રહેશે.

સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુર્ણા તોરવણે રહેશે. સમગ્ર બંદોબસ્ત વ્યવસ્થા ૨૧૪૫ મહિલા પોલીસ કોન્સ્ટેબલ, ૧૮૭ મહિલા પી.એસ.આઇ., ૬૧ મહિલા પી.આઇ., ૧૯ મહિલા ડી.વાય.એસ.પી., ૦૫ મહિલા એસ.પી., ૦૧ મહિલા ડી.આઇ.જી. અને ૦૧ મહિલા અધિક પોલીસ મહાનિદેશક દ્વારા કરવામાં આવશે અને કાર્યક્રમની વ્યવસ્થા સંભળાશે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યોજનાર આ કાર્યક્રમમાં મહિલા શક્તિ ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષાની મહત્વની જવાબદારીઓ સુપેરે નિભાવી રહ્યા છે તે અંગેનો ખૂબ મોટો સંદેશો આપશે.

કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ભારતનો આ સૌ પ્રથમ અને ઐતિહાસિક કાર્યક્રમ બનશે, જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા અને સમગ્ર કાર્યક્રમનો બંદોબસ્ત સાંભળવામાં આવશે. બીજી તરફ પુરુષ પોલીસ અધિકારી- કર્મચારીઓ માત્ર પાર્કીંગ અને ટ્રાફીક મેનેજમેન્ટ જેવી જગ્યાએ રહેશે. મુખ્ય કાર્યક્રમ સહિત અન્ય તમામ સ્થળો પર મહિલા પોલીસ અધિકારીઓ ફરજ બજાવશે તે માટે તેમણે મહિલા અધિકારીઓ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.

કેન વિલિયમસને ફટકારી ઐતિહાસિક સદી, એબી ડી વિલિયર્સને પાછળ છોડી દ્રવિડ અને સ્મિથની કરી બરાબરી

Amarnath Yatra 3 જુલાઈથી શરૂ થશે, ભક્તો આ તારીખ સુધી જ બાબા બર્ફાનીના દર્શન કરી શકશે

આ બે રેલ્વે કંપનીઓને મળી મોટી ભેટ, સરકારે તેમને નવરત્નનો દરજ્જો આપ્યો

૨૦ હજાર કમાતા લોકો પણ ખરીદી  શકે છે આ કાર! આ 4 મોડેલ છે સૌથી સસ્તા 

Champions Trophy 2025: ઇબ્રાહિમ ઝદરાનની સદી પાકિસ્તાન માટે બની ભારે ‘અપમાન’

કોઈ મેકિંગ ચાર્જ નહીં, કોઈ GST નહીં – સોનામાં રોકાણ કરવાની આ રીત બહુ ઓછા લોકો જાણે છે

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button