ગુજરાતના આ શહેરમાં સિઝનનો 134 ટકા વરસાદ થઈ ગયો, હજુ અડધું ચોમાસુ બાકી
- વીજ કડાકા સાથે છેલ્લાં 24 કલાકમાં બે ઈંચ વરસાદ પડયો
- આજથી 7મી સુધી શહેરમાં મધ્યમ પ્રકારનો વરસાદ પડશે તેવી આગાહી
- શહેરમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે 24 કલાકમાં બે ઈંચ ઉપરાંત વરસાદ વરસ્યો
ગુજરાતના આ શહેરમાં સિઝનનો 134 ટકા વરસાદ થઈ ગયો, હજુ અડધું ચોમાસુ બાકી છે. જેમાં વડોદરા શહેરમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે 24 કલાકમાં બે ઈંચ ઉપરાંત વરસાદ વરસ્યો છે. જેમાં આજથી તા.7મી સુધી મધ્યમ વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે બે ઈંચ વરસાદ જ પડતા મ્યુનિ.કોર્પોરેશનના તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત: દુબઇથી પ્લાસ્ટિકના દાણાની આડમાં સોપારીનો જથ્થો ઘૂસાડવાના કૌભાંડનો પર્દાફાશ
વીજ કડાકા સાથે છેલ્લાં 24 કલાકમાં બે ઈંચ વરસાદ પડયો
ઓરેન્જ એલર્ટ વચ્ચે શહેરમાં વીજ કડાકા સાથે છેલ્લાં 24 કલાકમાં બે ઈંચ વરસાદ પડયો હતો. જે સાથે સિઝનનો 134 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હજુ તો અડધું ચોમાસુ બાકી છે. આજે તા.4 થી તા.7મી સુધી શહેરમાં મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે બે દિવસ શહેરમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું. જેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હતી. એવામાં સતત બે દિવસ વીજ કડાકા સાથે છૂટા છવાયા જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા હતાં. છેલ્લાં 24 કલાકમાં શહેરમાં 2 ઈંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો. હજુ પણ વિશ્વામિત્રી કાંઠાના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ઊતર્યા નથી ત્યાં આજના વરસાદને લઈને પાણી ભરાવા લાગ્યા હતાં. જોકે, તે પાણીનો નિકાલ થઈ ગયો હતો.
આજથી 7મી સુધી શહેરમાં મધ્યમ પ્રકારનો વરસાદ પડશે તેવી આગાહી
ભારે વરસાદની આગાહી વચ્ચે બે ઈંચ વરસાદ જ પડતા મ્યુનિ. કોર્પોરેશનના તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. હવે આજે યલ્લો એલર્ટ છે. આજથી 7મી સુધી શહેરમાં મધ્યમ પ્રકારનો વરસાદ પડશે તેવી આગાહી છે. જ્યારે તા.8 અને તા.9મીના રોજ સામાન્ય વરસાદની આગાહી અપાઈ છે. અત્યાર સુધીનો સિઝનનો કુલ 1441 મિમી એટલે કે 57.64 ઈંચ વરસાદ થઈ ગયો છે. આમ તો સિઝનનો કુલ વરસાદ 1050 એટલે કે 42 ઈંચ હોય છે. પરંતુ આ વખતે સિઝનના વરસાદ કરતા 34 ટકા વધુ વરસાદ થઈ ગયો છે અને હજુ પણ અડધું ચોમાસુ બાકી છે.