ગુજરાતટ્રેન્ડિંગ

ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો છવાયો : પ્રથમ નંબરે થયો વિજેતા

ગણતંત્ર દિવસે ગુજરાત દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ ટેબ્લો (ઝાંખી)ને આજે વિજેતા થઈ છે. 26મી જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રીય પરેડમાંજુદા જુદા રાજ્યોની રજૂ કરવામાં આવેલ ઝાંખીમાંથી ‘ક્લીન-ગ્રીન એનર્જી ગુજરાત’ની થીમ સાથે રજૂકરવામાં આવેલ ગુજરાતનો ટેબ્લો પ્રથમ નંબરે વિજેતા બન્યો છે.

ગુજરાતનો ટેબ્લો પ્રથમ નંબરે વિજેતા

પ્રજાસત્તાક દિવસની પરેડમાં કર્તવ્ય પથ પર વિવિધ રાજ્યોની ઝાંખીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમાં ‘ક્લીન-ગ્રીન એનર્જી ગુજરાત’ની થીમ સાથે રજૂ કરવામાં આવેલ ગુજરાતની ઝાંખીએ આકર્ષણ જમાવ્યુ હતુ. ત્યારે આ તમામ રાજ્યોમાંની ઝાંખીની વિજેતા બનાવવા માટે વોટીંગ રાખવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતનો ટેબ્લો પ્રથમ નંબરે વિજેતા બન્યો છે.

23 ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી

ગુજરાતે વડાપ્રધાનની આ પ્રેરણા લઇને ‘‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’’ થીમ આધારિત ઝાંખી 74મા ગણતંત્ર દિને નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરી હતી. આ રાષ્ટ્રીય કક્ષાની પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર રજુ થયેલી 17 રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલ ટેબ્લો ‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’ને પીપલ્સ ચોઇસ એવોર્ડઝ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. આ રાષ્ટ્રીય પરેડમાં દેશના 17રાજ્યો તથા 6 મંત્રાલયો મળીને કુલ 23 ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.

ગુજરાત ટેબ્લો -HUMDEKHENGENEWS

ગુજરાતના ટેબ્લોમાં આ ખાસ વસ્તુ દર્શાવવામા આવી

આ વખતની 26મી જાન્યુઆરીની પરેડમાં ઝાંખી-ટેબ્લોના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ ટેબ્લોમાં કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, BESS (Battery Energy Storage System) મારફતે દેશનું સૌ પ્રથમ 24×7સોલાર ઉર્જા મેળવતું મોઢેરા ગામ, PM KUSUM યોજના મારફત સોલાર રૂફટોપથી ઉર્જાથી ખેડૂતોને ખેતીમાં સિંચાઈ, કેનાલ રૂફટોપથી ઊર્જા ઉત્પાદનથી રાજ્યમાં થયેલી સુખદ ઉર્જાક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સાથે કચ્છના ભાતીગળ પહેરવેશ, ભૂંગા, સફેદ રણ, માટીના કલાત્મક લીંપણ, રણના વાહન ઊંટ તેમજ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સરીખા રાસ-ગરબાને પણ દર્શાવવામાં આવ્યા હતા.

ઓનલાઈન વોટીંગ કરવામાં આવ્યું હતું

વર્ષ-2022થી ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે ”My Gov platform” મારફતે દેશની આમજનતા પાસેથી મત મેળવીને પરેડમાં ભાગ લેનારી સૈન્ય ટુકડીમાંથી શ્રેષ્ઠ ટુકડી અને રાજ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સાંસ્કૃતિક ઝાંખીમાંથી શ્રેષ્ઠ ઝાંખી પસંદ કરી ”પીપલ્સ ચોઈસ એવોર્ડ” આપવાનો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત આ વર્ષે, તા. 26 થી 28 જાન્યુઆરી 2023 દરમિયાન ઓનલાઈન વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ વોટ્સ પૈકી સૌથી વધુ વોટ્સ ગુજરાતની ઝાંખીને પ્રાપ્ત થયા હતા અને ગુજરાતનો ટેબ્લો દેશભરના રાજ્યોમાં પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં અગ્રીમ વિજેતા જાહેર થયો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં અર્બન-20 : ન્યૂયોર્કથી ટોકિયો સહિતના 20 આંતરાષ્ટ્રીય શહેરોનું ડેલિગેશન આવશે

Back to top button