સ્વચ્છતામાં ડાયમંડ સિટીનો ડંકો, સમગ્ર દેશમાં બીજુ સૌથી સ્વચ્છ શહેર


સ્વચ્છતા સર્વેક્ષણ 2022માં મધ્યપ્રદેશના ઈન્દોરને દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પસંદગી કરવામાં આવી છે. ઈન્દોરે સતત છઠ્ઠી વાર સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવ્યો છે.

Gujarat's Surat has been ranked as the 2nd cleanest city and Maharashtra's Navi Mumbai ranked as the 3rd cleanest city in India in the Swachh Survekshan 2022 Awards: Ministry of Housing and Urban Affairs
— ANI (@ANI) October 1, 2022
કેન્દ્રીય શહેરી આવાસ મંત્રાલય દ્વારા દર વર્ષે દેશના સ્વચ્છ શહેરનો સર્વે કરાતો હોય છે અને ચાલું વર્ષમાં પણ સ્વચ્છતાના સર્વે કરાયો હતો. જેના પરિણામ આજે જાહેર થયા છે.

મધ્યપ્રદેશના ઈન્દોરે સતત છઠ્ઠી વાર દેશના પહેલા નંબરના સ્વચ્છ શહેરનો એવોર્ડ જીતીને રેકોર્ડ સર્જ્યો છે. આ પહેલા પાંચ વાર ઈન્દોર દેશનું સ્વચ્છ શહેર બની ચૂક્યું છે. દેશનું એક પણ શહેર ઈન્દોરની હરોળમાં ક્યારેય પણ આવ્યું નથી.

કેન્દ્રીય શહેરી આવાસ મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે ઈન્દોર શહેર સતત છઠ્ઠી વાર દેશનું સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબરે ગુજરાતનું સુરત શહેર આવે છે. સુરતને દેશના બીજા નંબરના સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે.
For the 6th time in a row, Madhya Pradesh's Indore has been ranked as the cleanest city in India in the Swachh Survekshan 2022 Awards: Ministry of Housing and Urban Affairs pic.twitter.com/oPyIGKF7KN
— ANI (@ANI) October 1, 2022
સ્વચ્છતા સર્વેક્ષણ 2022ના એવોર્ડ જાહેર
- મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર દેશનું સૌથી સ્વચ્છ શહેર
- સતત છઠ્ઠી વાર ઈન્દોરને સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો
- ગુજરાતના સુરત શહેરનો બીજો નંબર
- નવી મુંબઈ ત્રીજુ દેશનું સૌથી સ્વચ્છ શહેર
ત્રીજો નંબર નવી મુંબઈનો
સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના ત્રીજા સ્વચ્છ શહેર તરીકે મહારાષ્ટ્રના નવી મુંબઈની પસંદગી કરવામાં આવી છે.