ગુજરાતના ST વિભાગને દિવાળી ફળી, વડોદરા ડિવિઝનને થઇ લાખો રૂપિયાની આવક


- વડોદરા સેન્ટ્રલ બસ ડેપો દ્વારા 50 વધારાની બસ દોડાવી હતી
- વધારાની દોડાવવામાં આવેલી બસોમાં 14 હજારથી વધુ મુસાફરોએ તેનો લાભ લીધો
- એસટી ડિવિઝનને દિવાળીમાં માત્ર ત્રણ દિવસમાં 21 લાખથી વધુ આવક થઈ
ગુજરાતના એસટી વિભાગને દિવાળી ફળી છે જેમાં વડોદરા ડિવિઝનને લાખો રૂપિયાની આવક થઇ છે. રાજ્યના વિવિધ શહેરોમાં રોજગાર માટે પલાયાન થયેલા લાખો લોકો દિવાળી તહેવાર દરમિયાન પોતાના વતન પરત ફરે છે. આ દરમિયાન રાજ્યમાં ચાલતી એસટી વિભાગની બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે.
એસટી ડિવિઝનને દિવાળીમાં માત્ર ત્રણ દિવસમાં 21 લાખથી વધુ આવક થઈ
વડોદરા એસટી વિભાગને દિવાળી અને પડતર દિવસ ફળતાં વડોદરા ડિવિઝનને લાખોની આવક થઈ છે. દિવાળી તહેવારમાં મુસાફરોને ધ્યાનમાં રાખને રાજ્યમાં વધારાની બસ દોડાવવામાં આવી છે, ત્યારે ક્વાંટ, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, લુણાવાડા સહિતના વિસ્તારોમાં મુસાફરોનો વધુ ઘસારો હોવાથી વડોદરા સેન્ટ્રલ બસ ડેપો દ્વારા 50 વધારાની બસ દોડાવી હતી, જેમાં વડોદરા એસટી ડિવિઝનને દિવાળીમાં માત્ર ત્રણ દિવસમાં 21 લાખથી વધુ આવક થઈ છે.
વધારાની દોડાવવામાં આવેલી બસોમાં 14 હજારથી વધુ મુસાફરોએ તેનો લાભ લીધો
વડોદરા એસટી વિભાગના જણાવ્યું પ્રમાણે ક્વાંટ, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, લુણાવાડા સહિતના વિસ્તારોમાં કુલ 406 ટ્રીપ કરી છે. જ્યારે વધારાની દોડાવવામાં આવેલી બસોમાં 14 હજારથી વધુ મુસાફરોએ તેનો લાભ લીધો હતો.
આ પણ વાંચો: ગુજરાત: સાપુતારા હિલ સ્ટેશનમાં લાંબા સમયથી બંધ એડવેન્ચર એક્ટિવિટી ફરી શરૂ કરાઈ