ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતનું આ શહેર ઠંડુગાર બન્યુ, જાણો તાપમાનનો પારો કેટલે પહોચ્યો

Text To Speech
  • રાજકોટનું તાપમાન 10 ડિગ્રીને પાર થયું હતું
  • નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું
  • અમદાવાદનું તાપમાન 12થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી

ઉત્તર પૂર્વના બર્ફીલા પવનોથી ગુજરાત ઠુંઠવાયુ છે જેમાં નલિયા 6.5 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યુ છે. તેમજ અમદાવાદમાં પારો ગગડ્યો છે. નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આ સાથે અમદાવાદમાં પણ 13.7 ડિગ્રી તાપમાન સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.

અમદાવાદનું તાપમાન 12થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી અમદાવાદનું તાપમાન 12થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે. નલિયા ઉપરાંત અન્યત્ર જ્યાં ઠંડીનો ચમકારો વધારે અનુભવાયો તેમાં ડીસા, ગાંધીનગર, ભુજ, રાજકોટનો સમાવેશ થાય છે. રાજકોટમાં 11 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અલબત્ત, બે દિવસ બાદ રાજકોટનું તાપમાન 10 ડિગ્રીને પાર થયું હતું.

અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં 6 ડિગ્રી જેટલો ઘટાડો થયો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ ગુજરાતના તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્‌ છે. બીજી બાજુ અમદાવાદમાં 13.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.5 ડિગ્રીનો વધારો થયો હતો. છેલ્લા ચાર દિવસમાં અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં 6 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. આગામી 3 દિવસ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

Back to top button