ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના જાણીતાં IPSનું ફરી એક વખત ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું

Text To Speech
  • મારા ફોટા વાળું બનાવટી ફેસબુક એકાઉન્ટ ધ્યાનમાં આવ્યું છે: હસમુખ પટેલ
  • ફેક એકાઉન્ટ બનાવીને પૈસાનો તોડ કરવાની પ્રવૃત્તિ
  • સપ્ટેમ્બર, 2023માં પણ ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હતું

ગુજરાતના જાણીતાં IPSનું ફરી એક વખત ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે. તેમાં IPS અધિકારી હસમુખ પટેલના નામે વધુ એક ફેક એકાઉન્ટ બનતા ચકચાર વ્યાપી છે. જેમાં હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર વિગતો રજૂ કરી છે. ફેક એકાઉન્ટ બનાવનાર વ્યક્તિ સામે ગુનો દાખલ થશે.

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના, જાણો કયારે ખાબકશે મેઘો

મારા ફોટા વાળું બનાવટી ફેસબુક એકાઉન્ટ ધ્યાનમાં આવ્યું છે: હસમુખ પટેલ

અગાઉ પણ ગાંધીનગરમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે. હાલમાં ઘણાં લોકોના સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બની રહ્યા છે. જેમાં વરિષ્ઠ અધિકારીઓ પણ હવે બચી શક્યા નથી. રાજ્યના જાણીતાં IPS અધિકારી હસમુખ પટેલનું ફરી એક વખત ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યું કે, મારા ફોટા વાળું બનાવટી ફેસબુક એકાઉન્ટ ધ્યાનમાં આવ્યું છે.

ફેક એકાઉન્ટ બનાવીને પૈસાનો તોડ કરવાની પ્રવૃત્તિ

છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયા પર લોકોના ફેક એકાઉન્ટ બનાવીને પૈસાનો તોડ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જેમાં IPS અધિકારી હસમુખ પટેલ પણ તેનો શિકાર બન્યા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, મારા ફોટા વાળું બનાવટી ફેસબુક એકાઉન્ટ ધ્યાનમાં આવ્યું છે. જેના દ્વારા મેસેજ મોકલવાનું ધ્યાન પર આવેલ છે જે અંગે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ મળે તો તેને જવાબ આપશો નહીં.

સપ્ટેમ્બર, 2023માં પણ આઈપીએસ હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હતું

અગાઉ સપ્ટેમ્બર, 2023માં પણ આઈપીએસ હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હતું. આ દરમિયાન તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું હતું કે, મારું બનાવટી ફેસબુક એકાઉન્ટ શરૂ કરનાર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Back to top button