ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતસ્પોર્ટસ

National Games 2022: ગુજરાતના હરમીત દેસાઈનો ડંકો, ગૃહરાજ્યમંત્રીએ વધાર્યો ઉત્સાહ

Text To Speech

સુરતમાં નેશનલ ગેમ્સ ચાલી રહી છે. આ ઈવેન્ટમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લેવા આવ્યા છે.

આ દરમિયાન ગુજરાત માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સમાં હરમીત દેસાઈની જીત થઈ છે.

તમને જણાવી દઈએ હરમીત દેસાઈ સુરતમાં રહે છે. આમ હોમ ગ્રાઉન્ડમાં જ હરમીતે કમાલ કરી બતાવી છે. હરમીતે હરિયાણાના સૌમ્યજીત ઘોષને 4-0 થી હરાવ્યો છે. આમ મેન્સ સિંગલ્સમાં હરમીતે ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે.

નેશનલ ગેમ્સ અંતર્ગત રમાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ છે. આ સમગ્ર ટુર્નામેન્ટમાં ગુજરાતને ફાળે 3 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ આવ્યા છે.

 

મેન્સ સિંગલ્સ ફાઇનલમાં હરમીત દેસાઈએ ગોલ્ડ પર કબ્જો કર્યો જ્યારે મિક્સ ડબલ્સમાં પણ ગુજરાતે ગોલ્ડ મળ્યો છે.

મેન્સ સિંગલ્સમાં માનુષ શાહને બ્રોન્ઝ મળ્યો હતો જ્યારે મેન્સ ડબલ્સમાં ગુજરાતને બ્રોન્ઝ મળ્યો હતો.

સમાપન સમારોહમાં હર્ષ સંઘવીએ આપી હાજરી

Harsh Sanghvi
Harsh Sanghvi

 

સમાપન સમારોહમાં રાજ્યના ગૃહ અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી હાજરી આપી હતી. આ ઉપરાંત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે તમામ વિજેતાઓને મેડલ એનાયત કરાયા હતા.

Back to top button