ગુજરાતટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

GSTની આવકમાં ગુજરાતનો ગ્રોથરેટ દેશભરમાં સૌથી ઓછો અને શરમજનક

Text To Speech
  • આવકમાં કર્ણાટક પછી ત્રીજા નંબરે ગુજરાત
  • કેન્દ્રીય નાણામંત્રાલયે રાજ્યવાર જાહેર કરેલા ગ્રોથરેટના આંકડા
  • એપ્રિલ-23માં રૂ.457 કરોડ વધીને રૂ.11,721 કરોડે પહોંચી
  • આવકમાં પ્રથમ નંબર મહારાષ્ટ્રનો

દેશના વિવિધ રાજ્યોમાં જીએસટીની આવકમાં ગુજરાત છેક ત્રીજા નંબરે હોવાનું કેન્દ્રીય નાણામંત્રાલયે જાહેર કર્યું છે. બિહાર, છત્તીસગઢ,રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા પછાત રાજ્યોમાંય ગ્રોથ ડબલ ડિજિટમાં, જ્યારે રાજ્યમાં માત્ર 4 % ગ્રોથ ગુજરાતમાં અતિ મહત્ત્વના રાજ્ય વેરા વિભાગમાં મુખ્ય કમિશનરની પોસ્ટ છેલ્લા લગભગ બે મહિનાથી વધારાના ચાર્જથી હંકારાય છે. રાજ્ય સરકારને સૌથી વધુ વેરા આવક રળી આપતો આ વિભાગ કરોડોને અબોજો રૂપિયાના બોગસ, બિલિંગ કોભાંડોથી ખદબદી રહ્યો છે.

ગુજરાતનો ગ્રોથરેટ 4 ટકા જ છે

શું આ કારણોસર ગુજરાતની જીએસટીની આવકનો વિકાસ દર દેશના મોટા રાજ્યોમાં સૌથી નીચો છે ? કારણ ગમે તે હોય, પણ કેન્દ્રીય નાણામંત્રાલયે જાહેર કરેલા જીએસટી આવકના આંકડા મુજબ ગુજરાતનો ગ્રોથ રેટ એપ્રિલ-20-22ની તુલનામાં એપ્રિલ-2023માં માત્ર 4 ટકા જ છે, જ્યારે બીજા મોટા રાજ્યોમાં આ ગ્રોથ ડબલ ડિજિટમાં અને ઘણો વધારે છે.

અન્ય રાજ્યો ગુજરાત કરતા ક્યાંય આગળ

રાજ્ય માટે શરમજનક એ છે કે , નબળાં ગણતા રાજ્યોમાં પણ ગ્રોથ રેટ રાજ્ય કરતાં ઘણો જ વધારે છે, જેમ કે બિહારમાં 11 ટકા, ઝારખંડમાં 19 ટકા,છત્તીસગઢમાં 18 ટકા, મધ્ય પ્રદેશમાં 28 ટકા, કેરળમાં 12 ટકા ગ્રોથ રેટ છે. ગુજરાત માટે આશ્વાસનરૂપ એ છે કે, દેશમાં જીએસટી આવકમાં તેનો નંબર મહારાષ્ટ્ર અને કર્ણાટક પછી ત્રીજા ક્રમે છે. રાજ્યમાં એપ્રિલ-22માં જીએસટી આવક રૂ.11,264 કરોડ રહી હતી, જે એપ્રિલ-23માં રૂ.457 કરોડ વધીને રૂ.11,721 કરોડે પહોંચી છે.

Back to top button