ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ગુજરાતના ગરબા યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર થાય તેવી શક્યતા

Text To Speech
  • બોત્સવાનામાં યોજાશે સાંસ્કૃતિક વારસો જાહેર કરવા માટેનો કાર્યક્રમ
  • આ નિમિત્તે છ ડિસેમ્બરે સાંજે અરવલ્લી કલેક્ટર દ્વારા મોડાસામાં ગરબાનું આયોજન

અરવલ્લી, 05 ડિસેમ્બર: ભારતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસો (ICH) તત્વ તરીકે ‘ગુજરાતના ગરબા’ નું નામાંકન યુનેસ્કો ની માનવતાની પ્રતિનિધિ યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર-સરકારી સમિતિના અઢારમા સત્રમાં અંકિત થવાની સંભાવના છે. બોત્સવાના પ્રજાસત્તાકના કસાનેમાં 6 ડિસેમ્બર 2023ના રોજ સાંસ્કૃતિક વારસાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ગરબા આ યાદીમાં સામેલ થનાર ભારતનું 15મું ICH તત્વ બનશે. જેની ખુશીમાં અરવલ્લી જિલ્લા તંત્ર દ્વારા પણ મોડાસા ખાતે તારીખ 6 ડિસેમ્બરની રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે સાંજે મોડાસા ખાતે બોત્સવાનાથી લાઈવ વેબકાસ્ટ કરવામાં આવશે

ગુજરાત ગરબાની ભૂમિ હોવાને કારણે અને યુનેસ્કો શિલાલેખને રાષ્ટ્રીય ગૌરવની બાબત ગણીને, ગુજરાત સરકાર આ માઈલસ્ટોનને ઉજવવા માટે ‘ગરબા’ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે ભામાશા હોલ ખાતે સ્થાનિક સમુદાયો અને સંબંધિત સાંસ્કૃતિક સંસ્થાઓ અને જાહેર જનતા સાથે આવતીકાલે 6 ડિસેમ્બર, 2023 ના રોજ સમગ્ર કાર્યક્રમનું સાંજે 6:00 PM થી 9 PM IST કલાકે બોત્સ્વાના ખાતેથી લાઇવ વેબકાસ્ટ કરવામાં આવશે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

કલેક્ટરે અરવલ્લી જિલ્લા વાસીઓને આમંત્રણ પાઠવ્યું

અમૃત સાંસ્કૃતિક વારસા અંતર્ગત કલેક્ટરે આમંત્રણ આપતાં કહ્યું કે, ‘આપણે સૌ સાથે મળીને આ ગૌરવની ક્ષણને નિહાળીશું, આ કાર્યક્રમમાં જાહેર જનતાને અરવલ્લી વહીવટી તંત્ર તરફથી તારીખ ૬ ડિસેમ્બર ૨૦૨૩, સાંજે ૫:૦૦ કલાકે, ભામાશા હોલ, મોડાસા અરવલ્લી ખાતે પધારવા આમંત્રણ પાઠવીએ છીએ’.

આ પણ વાંચો: આણંદ: 56 ગામોના તમામ લાભાર્થીઓને આભા કાર્ડ વિતરણ કરાયા

Back to top button