ગુજરાતની સૌ પ્રથમ છ માળની સરકારી અદ્યતન લાયબ્રેરી, અમીત શાહના હસ્તે થશે લોકાર્પણ
- વિવિધ ભાષામાં 65 હજાર પુસ્તકોનો ખજાનો વાંચકો માટે ઉપલબ્ધ
- આ લાઈબ્રેરી ખરા અર્થમાં લોકો માટે નોલેજ હબ બનશે
- 27મીના મંગળવારે અમીત શાહના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે
ગુજરાતની સૌ પ્રથમ છ માળની સરકારી અદ્યતન લાયબ્રેરી બની છે. જેમાં અમીત શાહના હસ્તે લોકાર્પણ થવા જઇ રહ્યું છે. તેમાં સે-21માં ગુજરાતની સૌપ્રથમ છ માળની અદ્યતન ‘સરકારી લાઈબ્રેરી’ બનીને તૈયાર છે. આ લાઈબ્રેરી ખરા અર્થમાં લોકો માટે નોલેજ હબ બનશે.
આ પણ વાંચો: અમદાવાદ-રાજકોટ વચ્ચે ફલાઇટ શરૂ થશે, જાણો ભાડું અને સમય
50ની ક્ષમતાવાળો ઓડિટેરીયમ હોલ, મિટીંગ હોલ આવેલો છે
અદ્યતન લાયબ્રેરીમાં હિન્દી, ગુજરાતી, અંગ્રેજીમાં 65 હજાર પુસ્તકોનો ખજાનો જોવા મળશે. 50ની ક્ષમતાવાળો ઓડિટેરીયમ હોલ, મિટીંગ હોલ આવેલો છે. સેક્ટર-21માં 20 કરોડના ખર્ચે અદ્યતન લાયબ્રેરી તૈયાર થઈ જવા પામી છે. ગુજરાતની સૌ પ્રથમ છ માળની આ સરકારી અદ્યતન લાયબ્રેરીનું 27મીના મંગળવારે અમીત શાહના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. માત્ર વાર્ષિક બે રૂપિયા સભ્ય ફીમાં નગરજનો માટે 65 હજાર જેટલા પુસ્તકોનો ખજાનો વાંચવા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આટલી અદ્યતન કોઈ સરકારી લાયબ્રેરી હોઈ શકે ખરી, તેવો વિચાર ચોક્કસથી આવે, પરંતુ 27મીએ જ્યારે આ લાયબ્રેરીના દરવાજા લોકો માટે ખૂલશે ત્યારે અંદરની સુવિધા સૌનું ધ્યાન ખેંચી લેશે.
આ પણ વાંચો: ગુજરાત: ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના એક્શન પ્લાન સાથે ગેરરીતિ બદલ થનાર સજાનું કોષ્ટક જાહેર
વિવિધ ભાષામાં 65 હજાર પુસ્તકોનો ખજાનો વાંચકો માટે ઉપલબ્ધ
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવા વર્ગ માટે એક સુંદર અને સુવિધાયુક્ત વાંચનની જગ્યા ઉપલબ્ધ થશે. મહિલા અને બાળકો તથા સિનીયર સિટીઝનોનેને પણ મહત્વ અપાયું હોય તેવી આ એક લાયબ્રેરી છે. ઉત્તમ ટેક્નોલોજી તથા અદ્યતન સુવિધાઓનો અહીં ઉપયોગ કરાયો છે. ખાનગી લાયબ્રેરી પણ આવી કદાચ નહી જોવા મળે તેવી ઉત્તમ સુવિધાવાળી સરકારી લાયબ્રેરીમાં ઉભી કરાઈ છે. ગાંધીનગર નોલેજ હબ ગણાય છે. આ લાયબ્રેરી નોલેજ હબની આગવી ઓળખ બની રહેશે. સેક્ટર-21ની સરકારી લાયબ્રેરીનું જુનું મકાન તોડી પાડીને નવેસરથી આખું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. ગ્રાઉન્ડફ્લોર ઉપરાંત પાંચ આમ કુલ છ માળની આ લાયબ્રેરી ગુજરાતની સૌથી મોટી સરકારી લાયબ્રેરી ગણાશે. જ્યાં વિવિધ પ્રકારના હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં 65 હજાર પુસ્તકોનો ખજાનો વાંચકો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.