રાજ્યનો પહેલો ISIS કેસ સામે આવ્યો છે. જેમાં બંને આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તેમાં ચોટીલા ચામુંડા મંદિર સહિત સૌરાષ્ટ્રમાં લોન વૂલ્ફ એટેકનું કાવતરું કરવામાં આવ્યું હતુ. જેમાં ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી ખાસ NIA કોર્ટે સજાનો ચુકાદો આપ્યો છે. તથા જજ સુભદા કે.બક્ષીએ એક દસ-દસ વર્ષની સખત કેદની સજા ફ્ટકારી છે.
સ્પેશિયલ એનઆઇએ કોર્ટનો આ ચુકાદો બહુ મહત્ત્વનો મનાઇ રહ્યો છે
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા મંદિર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોન વુલ્ફ્ એટેક કરવાનું ખતરનાક ષડંયત્ર રચવાના કેસમાં આએસઆઇએસના બે આતંકવાદી સગા ભાઇઓ એવા વસીમ આરીફ્ રામોડીયા અને નઈમ આરીફ્ રામોડીયાને સ્પેશયલ એનઆઈએ જજ સુભદા કે.બક્ષીએ એક દસ-દસ વર્ષની સખત કેદની સજા ફ્ટકારી છે. ગુજરાતમાં આઇએસઆઇએસના આંતકવાદીને સજાનો આ સૌપ્રથમ કેસ હોઇ સ્પેશિયલ એનઆઇએ કોર્ટનો આ ચુકાદો બહુ મહત્ત્વનો મનાઇ રહ્યો છે.
ભાવનગર અને રાજકોટમાંથી ISISના બે આતંકવાદી ઝડપાયા હતા
ચોટીલા ચામુંડા મંદિર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોન વૂલ્ફ્ એટેક કરવાનું કાવતરું રચવાની માહિતીના આધારે એટીએસ દ્વારા રાજકોટ અને ભાવનગરમાં વોચ ગોઠવી હતી.જેના આધારે એટીએસ દ્વાર ભાવનગર અને રાજકોટમાંથી ISISના બે આતંકવાદી વસીમ આરીફ રામોડીયા અને નઈમ આરીફ રામોડીયાને પકડી લીધા હતા.જેની પાસેથી એટીએસ દ્વારા બોમ્બ બનાવવાની સામગ્રી, કેટલાક આઇડી પ્રૂફ્, 58 ગ્રામ ગન પાઉડર, 10 સૂતળી બોમ્બ, ડાબિક મેગેઝિનનું ઉશ્કેરણી જનક સાહિત્ય, જેહાદ માટેનું સાહિત્ય, 127 મુફ્તી અબ્દુશ સમી કાસમીના ભાષણોની પીડીએફ્ ફઇલો, મોબાઇલ ફેન, લેપટોપ, પેનડ્રાઇવ, ચહેરાના માસ્ક સહિતનું વસ્તુઓ કબજે કરી હતી.
બંને ભાઇઓએ લોન વૂલ્ફ્ એટેક કરવાની તાલીમ લેવા માટે સીરિયા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
બંને ભાઇઓએ લોન વૂલ્ફ્ એટેક કરવાની તાલીમ લેવા માટે સીરિયા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી એટીએસને નઈમ અને વસીમ સાથે સંપર્ક ધરાવતા દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના હેન્ડલરોના મેસેજ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર તેમના સ્ટેટ્સ ચેક કરતા તેઓ સીરિયા ખાતેના આઈએસઆઈએસના લીડરના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વસીમ અને નઈમના કેસની તપાસ ગુજરાત કે અન્ય રાજ્યો સુધી મર્યાદિત નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરની હોવાનું એટીએસની તપાસમાં બહાર આવતા તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી.
વસીમ અને નઈમ રામોડિયાની નેશનલ ઈન્વેસ્ટિગેશન ટીમે સ્પેશયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ
ISISના આતંકી ભાઈઓ વસીમ અને નઈમ રામોડિયાની નેશનલ ઈન્વેસ્ટિગેશન ટીમે સ્પેશયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. અમદાવાદની સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટના આઠ મુખ્ય પાના સાથે હજારોની સંખ્યામાં દસ્તાવેજો એનઆઈએ રજૂ કર્યાં હતા. ફેબ્રુઆરીના અંતમાં રાજકોટ અને ભાવનગરમાંથી વસીમ આરીફ્ભાઇ રામોડિયા અને નઇમ આસિફ્ રામોડિયાની ધરપકડ કરી હતી.
ATSએ બે ISISના આંતકવાદીઓને પકડયા હતા
વસીમ રામોડિયા અને નઈમ રામોડિયા નામના બે ISISના સભ્યોની એટીએસએ 28મી ફેબ્રુઆરી 2017ના રોજ પકડયા હતા. બન્ને આરોપીઓ પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી હાથ લાગી હતી.જેમાં 90 ગ્રામ ગન પાઉડર, 9 વોલ્ટની બેટરી સહિતની સામગ્રી એટીએસ કબજે કર્યો હતો.