ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતની પ્રથમ ફ્લાવર વેલી અમદાવાદમાં તૈયાર, જાણો સમગ્ર માહિતી

Text To Speech

અમદાવાદ કોર્પોરેશન દ્વારા લોકો માટે નિકોલમાં ફલાવર વેલીનું નિર્માણ કરાશે. રંગબેરંગી અનેક પ્રજાતિના ફુલછોડ હશે. ગાર્ડન વિભાગે નવેમ્‍બર મહિનાથી તૈનારીની શરૂઆત કરી દીધી છે. શહેરના ફ્લાવર વેલીની ભેટ મળવા જઈ રહી છે. ગુજરાતની પ્રથમ ફ્લાવર વેલી નિકોલમાં તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુરત: કામરેજના ભાજપના પૂર્વ MLA વી.ડી. ઝાલાવડિયાની મિલકત જપ્ત થશે

જમ્મૂ કશ્મીર અને ઉત્તરાખંડની જેમ ફ્લાવર વેલીની મજા અમદાવાદમાં

જમ્મૂ કશ્મીર અને ઉત્તરાખંડની જેમ ફ્લાવર વેલીની મજા અમદાવાદમાં માણી શકાશે. કોસ્મોસ નામના ફ્લાવરથી આખી ફ્લાવર વેલી તૈયારી કરવામાં આવી છે. જે સફેદ, રાણી, ગુલાબી જેવા રંગબેરંગી ફૂલોની પ્રજાતિ છે. ફ્લાવર વેલી તૈયાર થઈ જતાની સાથે જનતા માટે ખુલ્લી મુકવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી બાબતે આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં મોટો ફેરફાર થશે

AMC લોકોને ફ્લાવર વેલીની ભેટ આપશે

આ વિશે જાણવા મળી રહ્યું છે કે ફ્લાવર-શો બાદ AMC લોકોને ફ્લાવર વેલીની ભેટ આપશે. રાજ્યમાં પ્રથમ વખત અમદાવાદમાં લોકો ફ્લાવર વેલીની મજા માણી શકશે. નિકોલમાં ફ્લાવર વેલી તૈયાર કરવામાં આવી છે. આ ફ્લાવર વેલી તૈયાર કરવા માટે ગાર્ડન વિભાગે નવેમ્બર મહિનાથી જ તૈયારી કરવાની શરૂઆત કરી હતી. જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ જેવી ફ્લાવર વેલીની મજા અમદાવાદમાં માણી શકાશે. કોસ્મોસ નામના ફ્લાવરથી ફ્લાવર વેલી તૈયાર કરવામાં આવી રહી છે. કોસ્મોસ ફ્લાવર સફેદ, મરૂન, ગુલાબી જેવા રંગબેરંગી ફૂલની પ્રજાતિ છે.

આ પણ વાંચો: અમદાવાદ: એલિસબ્રિજની તક્ષશિલા બિલ્ડીંગમા આગ, ફાયર વિભાગની 5 ગાડી ઘટના સ્થળે પહોંચી

આ ફ્લાવર વેલી 1 મહિના માટે રાખવામાં આવશે

જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ જેવી ફ્લાવર વેલીની મજા અમદાવાદમાં માણી શકાશે. જેમાં ફ્લાવર વેલી કોસ્મોસ નામના ફ્લાવરથી તૈયાર કરવામાં આવી રહી છે. તથા કોસ્મોસ ફ્લાવર સફેદ, મરૂન, ગુલાબી જેવા રંગબેરંગી ફૂલની પ્રજાતિ છે. ફ્લાવર વેલી માટે 10 રૂપિયાનો ચાર્જ લેવાશે. તથા ઓનલાઇન ટિકિટ લેશે તે શહેરીજન માટે 10 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવ્યું છે. જેમાં ફ્લાવર વેલી 7 તારીખે શરૂ કરવામાં આવશે. તથા આ ફ્લાવર વેલી 1 મહિના માટે રાખવામાં આવશે. તેમાં સમય સવારે 9થી રાત્રીના 9 સુધીનો રહશે.

Back to top button