ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

ગુજરાતની સર્વ પ્રથમ હરીફાઇ : મતદાન જાગૃતિ અંગે પોસ્ટર ડ્રોઇંગ કોમ્પિટિશન

પાલનપુર : આપણા દેશમાં મતદાનનું કોઈ તહેવારથી ઓછું મહત્વ નથી. ભારત એક લોકશાહી દેશ છે, જ્યાં દરેક નાગરિકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. તે સ્વતંત્ર રીતે દેશ માટે જવાબદાર પ્રતિનિધિની પસંદગી કરી શકે છે. દરેક નાગરિકની ફરજ છે કે પોતાની જવાબદારી સમજીને યોગ્ય રીતે મતદાન કરે.

દરેક નાગરિકે પોતાની સમજણ અને સુુઝ-બુઝથી મતદાન કરવું જોઈએ. દેશનું શાસન કોણ ચલાવશે તે મતદારો નક્કી કરે છે. માટે જ દરેક નાગરિકોએ પોતાની જવાબદારી સમજીને મતદાનને ગંભીરતાથી લેવું જોઈએ અને મતદાન અવશ્ય કરવુ જોઇએ.

મતદાન જાગૃતિ-humdekhengenews

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર સંલગ્ન સ્વસ્તિક આર્ટ એકેડમી દ્વારા આયોજન

આપણને કેવા પ્રકારની સરકાર જોઈએ છે તે આપણા હાથમાં છે. દરેક દેશવાસીએ પોતાનો અમૂલ્ય મત આપવો જોઈએ, જેથી લોકશાહી શાસન વ્યવસ્થાને વધુ મજબુત બનાવી શકાય. આપણી મહાન લોકશાહી વ્યવસ્થામાં ધારાસભ્યો, સંસદસભ્યો અને તાલુકા- જિલ્લા પંચાયતના સભ્યોની પસંદગી મતદાન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.

તમામ નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય એવા શુભાશય સાથે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક આર્ટ એકેડમી દ્વારા કે.કે.ગોઠી હાઇસ્કૂલ કેમ્પસ ખાતે પોસ્ટર ડ્રોઇંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યુ હતું.

મતદાન જાગૃતિ-humdekhengenews

11 વર્ષના બાળકોથી લઇ તમામ ઉંમરના વ્યક્તિઓ જોડાયા

આ ચિત્રકલા હરીફાઇના શુભારંભ પ્રસંગે પાલનપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ હેતલબેન રાવલ, મંડળના ઉપપ્રમુખ પ્રકાશભાઇ ગામી, મંત્રી જયંતિભાઇ ઘોડા, રોહિતભાઇ ભૂટકા, મુકેશભાઇ બકરપુરા, જીગ્નેશભાઇ પટેલ સહિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના તમામ વિભાગના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતાં.

મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવવાના આશય સાથે 11 વર્ષથી લઇ તમામ ઉંમરની એકસાથે 531 વ્યક્તિઓે હર્ષભેર સહભાગી થઇ સર્જનાત્મક ચિત્રો તૈયાર કર્યા હોય એવી ગુજરાતની સૌપ્રથમ ચિત્રકલા હરીફાઇ પાલનપુર ખાતે યોજાઇ હતી.

મતદાન જાગૃતિ-humdekhengenews

આ પોસ્ટર ડ્રોઇંગ કોમ્પિટિશનમાં વિશિષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ ત્રણ વિજેતા કલા સર્જકોને મુકેશભાઇ બકરપરાના સૌજન્યથી ચાંદીના સિક્કા એનાયત કરવામાં આવ્યા હતાં. તદઉપરાંત અન્ય વિજેતાઓને પણ ઇનામો મહેમાનોના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતાં. ભાગ લેનાર સૌ સ્પર્ધકોએ મતદાન કરવા અને અન્ય લોકોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટેના જાહેરમાં શપથ લીધા હતાં.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક આર્ટ એકેડમીના કો-ઓર્ડિનેટર નયન ચત્રારિયા તથા તમામ વિભાગના આચાર્યો અને સ્ટાફગણના સહકારથી કરવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો : જાણો ગુજરાતમાં કોની બનશે સરકાર, AAP પર સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Back to top button