ગુજરાતનું આ સુપર મોડેલ દેશના 100 શહેરોમાં લાગુ કરવા નિર્ણય
- ગુજરાત સહિત દેશભરના લોકોમાં સ્ટ્રીટ ફૂડ હંમેશા પોપ્યુલર
- રાજ્યની લોકલ કોર્પોરેશન સાથે સહયોગ કરવામાં આવશે
- રાજ્યના ‘ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ’ જેવું મોડેલ લાગુ કરાશે
ગુજરાતનું સુપર મોડેલ દેશના 100 શહેરોમાં લાગુ કરવા નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના ‘ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ’ જેવું મોડેલ લાગુ કરાશે. સ્ટ્રીટ ફૂડની ક્વોલિટી સુધારવા કેન્દ્ર સરકાર 100 કરોડ ખર્ચ કરશે. તેમજ રાજ્યના 20,000 ફૂડ બિઝનેસ ઓપરેટર્સને ક્વોલિટી અને ફૂડ સેફ્ટીની ટ્રેનિંગ અપાશે. ત્યારે ગુજરાતનું આ મોડેલ દેશના અન્ય શહેરોમાં પણ લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારમાંથી થયો ગેરકાયદેસર હુક્કાબારનો પર્દાફાશ
ગુજરાત સહિત દેશભરના લોકોમાં સ્ટ્રીટ ફૂડ હંમેશા પોપ્યુલર રહ્યું છે
ગુજરાત સહિત દેશભરના લોકોમાં સ્ટ્રીટ ફૂડ હંમેશા પોપ્યુલર રહ્યું છે. જોકે, તેની ગુણવત્તાનો મુદ્દો કાયમ ચર્ચામાં રહે છે. લોકોને સ્ટ્રીટ ફૂડ ગમે તો છે પણ સાથે સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા કરતા હોય છે. આ જ કારણોથી ગુજરાત સરકારે ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ મોડેલ બનાવ્યું હતું અને તેમાં રોડ પર ઉભા રહેતા ફૂડ બિઝનેસ ઓપરેટર્સને ક્વોલિટી અને સેફ્ટી સહિતની બાબતો અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી. હવે ગુજરાતનું આ મોડેલ દેશના અન્ય શહેરોમાં પણ લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ફૂડ સેફ્ટી ઓથોરિટી ભારતના 100 શહેરોમાં ગુજરાતના ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ મોડેલ જેવું જ મોડેલ લાગુ કરશે. આ માટે જે તે રાજ્યની લોકલ કોર્પોરેશન સાથે સહયોગ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આ માટે રૂ. 100 કરોડ ખર્ચશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ખનન માફિયાઓની રેતી ચોરીની નવી મોડેસ ઓપરેન્ડી
અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરમાં પાલિતાણા ખાતે ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ બનાવવામાં આવશે
ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) ગુજરાતના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરમાં પાલિતાણા ખાતે ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ બનાવવામાં આવશે. શહેરના જાણીતા સ્ટ્રીટ ફૂડ સેન્ટરની ઓળખ કરી ત્યાં ધંધો કરતા ફૂડ બિઝનેસ ઓપરેટર્સને રોડ પરથી ખસેડી તેમને સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે. આ માટે કલેક્ટર અને કોર્પોરેશન સાથે સહયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં વસ્ત્ર્રાપુર સ્ટ્રીટ ફૂડ માર્કેટની ઓળખ કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓથોરિટીની સેન્ટ્રલ એડવાઈઝરી કમિટીએ આ માટે 200 પોઈન્ટ્સના સ્ટાન્ડર્ડ બનાવ્યા છે. તે અંગેની ટ્રેનિંગ ફૂડ વેન્ડર્સને આપવામાં આવશે અને આ માર્કેટને સર્ટિફ્કિેટ પણ આપવામાં આવશે.