એક જ અઠવાડિયામાં ગુજરાતના આ શહેરની ધરા બીજીવાર ધ્રુજી, 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ભયભીત
- અમરેલી જિલ્લામાં ગતમોડી રાત્રે ભૂકંપના આંચકો અનુભવાયા
- 3.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા
- 4 ફેબ્રુઆરીએ પણ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા
અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, મિતિયાળા ગામ સહિત અનેક ગામોમાં ભૂકંપના આંચકો અનુભવાયા હતા. સાવરકુંડલા, ખાંભા સહિતના 10 ગામોમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગતરાત્રિના 9:10 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા.
આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં G-20ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકનો પ્રારંભ
રાત્રિના 9.10 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો
અમરેલી જિલ્લાના મિતિયાળા, સાવરકુંડલા, બાઢડા, સૂરજવડીમાં ગતરાત્રિના આશરે 9.10 મિનિટે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મિતિયાળા બાદ અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.
4 ફેબ્રુઆરીએ પણ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા
અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં 4 ફેબ્રુઆરીએ પણ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા. જેમાં પહેલો આંચકો સવારે 7.51 કલાકે, બીજો આંચકો સવારે 7.53 કલાકે અને ત્રીજો આંચકો સવારે 7.55 કલાકે અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું હતું. સતત ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : અમરેલીના આ ગામમાં 4 મિનિટમાં 3 ભૂકંપના આંચકા, જાણો શા માટે ગામમાં વારંવાર આવી રહ્યા છે આંચકાં?
બે અઠવાડિયા પહેલા તપાસ માટે પહોંચી હતી ટીમ
ઉલ્લેખનીય છે કે, બે અઠવાડિયા પહેલા મીતીયાળા ગામે સિસમોલોજી ડિઝાસ્ટર મેન્જેમેન્ટ ટીમ તપાસ માટે પહોંચી હતી. તેમણે મીતીયાળા વાસીઓ સાથે બેઠક કરીને જમીનમાં થતી હલચલ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જમીનના પેટાળમાં 6400 કિલોમીટરમાં થતી મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના-નાના આંચકાઓ આવે છે.