કેન્દ્રીય બજેટમાંથી પ્રેરણા લઈ ગુજરાતનું બજેટ બનશે : ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રીએ ગઈકાલે રજૂ થયેલા બજેટને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં તેમણે બજેટને ભારતને આત્મનિર્ભર અને વિશ્વગુરુ બનાવે તેવું ગણાવ્યું હતું. તેમણે કેન્દ્રીય બજેટમાંથી પ્રેરણા લઈ ગુજરાત રાજ્યનું બજેટ બનાવશે તેમ કહ્યું હતું.
આ પણ વાંચો : અનાજ કૌભાંડમાં આપ નેતાના પત્ની દોષી, 5 વર્ષની કેદ અને 29 હજારનો દંડ
વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વિશ્વનેતા નરેન્દ્રભાઈન નેતૃત્વમાં નાણામંત્રી બજેટ રજૂ કર્યું છે અને ભારતને વિશ્વગુરુ અને આત્મનિર્ભર બનાવે તેવું બજેટ છે. દરેક વર્ગના સર્વાંગી વિકાસ થાય તેવું આ બજેટ છે. બજેટમાં 3 મુખ્ય પેઅનુબાજેટમાં પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. આર્થિક ગતિને વેગ આપનારું બજેટ છે જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના સંતુલિત વિકાસ વાળું બજેટ છે.
Live: કેન્દ્રીય બજેટ અંગે પ્રેસ કોન્ફરન્સ https://t.co/GgjzWxvYOM
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 2, 2023
ભૂપેન્દ્રભાઈએ બજેટ વિશે વધુ વાત કરતાં કહ્યું હતું કે ભારત વિશ્વના અર્થતંત્રમાં 5 મુ સ્થાન મેળવ્યું છે. કેન્દ્રીય બજેટમાં ગુજરતને પણ સારો ફાયદો થયો છે. ગિફ્ટ સિટી, સહકારી ક્ષેત્રને આ બજેટ થી ઘણો ફાયદો મળશે. આ બજેટ ભારતને વિકસિત રાષ્ટ્ર તરફ લઈ જનારું બજેટ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ 66 ટકાનો વધારો કરાયો છે. કૃષિ, મત્સ્ય ઉદ્યોગને પણ આ બજેટ થી ઘણો ફાયદો દેખાઈ રહ્યો છે.
આ પણ વાંચો : પોલીસ જ પોલીસની જાસૂસ, કયા સુધી ચાલશે આ સિલસિલો!
ગુજરાતના આગામી બજેટ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે ત્યારે ગુજરતનું બજેટ પણ કેન્દ્રીય બજેટમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવશે અને કેન્દ્રીય બજેટની છાંટ ગુજરાતના બજેટમાં જોવા મળશે.