ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતનેશનલબિઝનેસમધ્ય ગુજરાત

ગુજરાતની મોટી સિદ્ધિ : દેશના 21 મોટા રાજ્યોમાં જાહેર દેવા ઘટાડામાં પ્રથમ ક્રમાંકે આવ્યું

Text To Speech

ગાંધીનગર, 13 ફેબ્રુઆરી : દેશના 21 રાજ્યો પૈકી ગુજરાતનાં જાહેર દેવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેમાં ગુજરાતે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને માહિતી આપી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યનાં GSDP ના 4.5 ટકા જેટલો જાહેર દેવામાં ઘટાડો નોંધાયો છે. સાથે જ ભારતનાં 21 મોટા રાજ્યોમાં જાહેર દેવા ઘટાડામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે.

CM ભૂપેન્દ્ર પટેલે તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ (X) પર પોસ્ટ કરીને રાજ્યનાં જાહેર દેવામાં નોંધપાત્ર ઘટાડા અંગે માહિતી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, ગુજરાતે તેના ડેટ-ટુ-GSDP રેશિયોમાં, એટલે કે કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદનનાં પ્રમાણમાં રાજકોષીય ઋણનાં દરમાં, છેલ્લા 10 વર્ષમાં 4.5% જેટલો ઘટાડો કર્યો છે. જે ભારતનાં તમામ 21 મોટા રાજ્યોમાં સૌથી વધુ ઘટાડો છે.

વધુમાં CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, ‘NCAER નાં અર્થશાસ્ત્રીઓએ બહાર પાડેલા પેપરમાં આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપનની પરંપરા ઊભી કરી છે. આ આંકડા તેનો જીવંત પુરાવો છે.

આ પણ વાંચો :- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં કેટલા ઉમેદવાર બિનહરીફ થયા, કેટલા વચ્ચે ટક્કર, આંકડા જાહેર

Back to top button