ગુજરાતમાં અદાણી પોર્ટ એન્ડ સેઝ લિમિટેડને મુશ્કેલી ઘટી, જાણો શું છે કારણ
અદાણી પોર્ટ એન્ડ સેઝ લિમિટેડ સામેની અરજી હાઇકોર્ટે નકારી છે. જેમાં અરજદાર NGTમાં અરજી કરી શકે છે તેમ હાઈકોર્ટે જણાવ્યું છે. તથા આક્ષેપ સાથે થયેલી અરજીને હાઈકોર્ટે નકારી દીધી છે. તથા સ્થાનિક માછીમારી અને ગૌચર જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે તેમ અરજદારે જણાવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: અદાણી વિલ્મરની ડીલરશિપના છેતરપિંડી શરૂ, શહેરમાં યુવાનો છેતરાયા
પર્યાવરણના ભંગ સંબંધિત કેસમાં એનજીટી પૂરતી સત્તા અપાયેલી
અદાણી પોર્ટ સેઝ લિમિટેડ દ્વારા કચ્છના મુંદ્રા ખાતે પર્યાવરણીય અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ક્લિયરન્સની જોગવાઈઓ અને શરતોનુ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને પર્યાવરણ તથા ગૌચર જમીનને નુકસાન પહોંચાડાઈ રહ્યું છે, તેવા આક્ષેપ સાથે થયેલી અરજીને હાઈકોર્ટે નકારી દીધી છે. જો કે, હાઈકોર્ટે અરજદારોને મંજૂરી આપી છે કે, તે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ( એનજીટી) સમક્ષ આ અંગે અરજી કરી શકે છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, એનજીટી એક્ટના અમલીકરણ બાદ પર્યાવરણના ભંગ સંબંધિત કેસમાં એનજીટી પૂરતી સત્તા અપાયેલી છે. આ સ્થિતિમાં અરજદારો પાસે વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ છે. જેથી, આ કેસમાં એનજીટી સમક્ષ પ્રોસિડિંગ્સ દાખલ કરી શકે છે.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં રહેતા 25 લાખ સૌરાષ્ટ્રવાસીઓને મળશે આ સુવિધાનો લાભ
મંજૂરીનો અદાણી પોર્ટ સેઝ લિ. દ્વારા યોગ્ય રીતે અમલ કરાતો નથી
અરજદાર માછીમારોની રજૂઆત હતી કે અદાણી પોર્ટ સેઝ લિ. દ્વારા વોટરફ્રંટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને ઔદ્યોગિક વિકાસની જે પ્રવૃત્તિઓ કરાય છે, તેના લીધે સ્થાનિક પર્યાવરણને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. કેન્દ્રીય વન્ય અને પર્યાવરણ મંત્રાલયે 18-09-2015ના રોજ અદાણી પોર્ટ સેઝ લિ.ને પર્યાવરણીય અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ક્લિયરન્સની મંજૂરી આપેલી. આ મંજૂરીનો અદાણી પોર્ટ સેઝ લિ. દ્વારા યોગ્ય રીતે અમલ કરાતો નથી. કંપની દ્વારા પર્યાવરણને ગંભીર રીતે નુકસાન થાય તે રીતે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે. જેના લીધે, સ્થાનિક માછીમારી અને ગૌચર જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમની આ પ્રવૃત્તિને લઈને માછીમારો આ વિસ્તારમાં માછીમારી પણ કરી શકતા નથી.