ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતનો 64મો સ્થાપના દિવસ: PM Modi અને CM ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી

  • PM મોદી તથા CM ભૂપેન્દ્ર પટેલે X પોસ્ટ કરી છે
  • આ પાવન અવસર પર ગુજરાતના નાગરિકોને અભિનંદન: PM Modi
  • ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને વંદન: CM ભૂપેન્દ્ર પટેલ

આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ છે. ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ કરાઈ રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, આ વિસ્તારમાં 5 દિવસ હિટવેવની અસર રહેશે

 

આ પાવન અવસર પર ગુજરાતના નાગરિકોને અભિનંદન: PM Modi

આ પ્રસંગે PM Modi અને CM ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી છે. જેમાં PM મોદી તથા CM ભૂપેન્દ્ર પટેલે X પોસ્ટ કરી છે. જેમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે આ પાવન અવસર પર ગુજરાતના નાગરિકોને અભિનંદન. રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, સિદ્ધિઓને યાદ કરું છું. ગુજરાતના લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું. ગુજરાત સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના. ઉદ્યોગ-સાહસિકતા, વિકાસના મૂલ્યો સાથે ગુજરાત સમૃદ્ધ થતું રહે. ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના આ પાવન અવસર પર હું રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું. ગુજરાત ઉદ્યોગ-સાહસિકતા, અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી

ગુજરાત સ્થાપના દિવસની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા પાઠવી છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલે X પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી છે. જેમાં જણાવ્યું છે કે ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છા છે. ગુજરાતની સ્થાપનામાં યોગદાન આપનાર સૌને વંદન છે. ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને વંદન. ગુજરાતની પુણ્યધરા પર દેવીતત્વના આશિષ છે. અહી સાધુ-સંતોનું તપોબળ, પ્રકૃતિની મહેર છે. સહિયારા પુરુષાર્થથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ગુજરાત ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામના.

Back to top button