ગુજરાત

ગુજરાતના 6400 TRBના જવાનોને ક્રમશઃ છુટા કરાશે, અમદાવાદમાં વિરોધ શરૂ

Text To Speech
  • 3 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા TRB જવાનોને ફરજ મુક્ત કરાશે
  • TRB જવાનોએ જણાવ્યું છે કે કાયદાકીય લડત આપીશું પણ છુટા ના કરો
  • 5 વર્ષથી કામગીરી કરતા TRB જવાનોને તા. 31 ડિસેમ્બર સુધીમાં ફરજ મુક્ત કરાશે

ગુજરાતના 6400 TRBના જવાનોને ક્રમશઃ છુટા કરાશે. તેથી અમદાવાદમાં વિરોધ શરૂ થયો છે. અમદાવાદમાં TRB જવાનોએ વિવિધ જગ્યાએ વિરોધ કર્યો છે. તેમજ રાજ્યના વિવિધ શહેરમાં ટ્રાફિક જવાનોમાં ભારે રોષ છે. TRB જવાનોને છુટા કરવાનો નિર્ણય રદ્દ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતના જાણીતાં IPSનું ફરી એક વખત ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું

TRB જવાનોએ જણાવ્યું છે કે કાયદાકીય લડત આપીશું પણ છુટા ના કરો

TRB જવાનોએ જણાવ્યું છે કે કાયદાકીય લડત આપીશું પણ છુટા ના કરો. રોજગારીના દાવા વચ્ચે બેરોજગાર કરતો નિર્ણય છે. ટ્રાફિક વિભાગમાં ઐતિહાસિક સપાટો સામે આવ્યો છે. જેમાં રાજયમાં 9 હજારમાંથી 6400 TRB જવાનોને ક્રમશઃ છૂટા કરવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો: પંચમહાલમાં બે ખાનગી બસો વચ્ચે ભયંકર અકસ્માતમાં 4 લોકોના મોત

3 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા TRB જવાનોને ફરજ મુક્ત કરાશે

અગાઉ રાજ્યમાં ફરજ બજાવતા TRB જવાનો મુદ્દે ગુજરાતનાં ડીજીપી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં ફરજ બજાવતા 9 હજાર TRB જવાનોમાંથીં 6400 TRB જવાનોને ક્રમશઃ ફરજ મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. 3 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા TRB જવાનોને ફરજ મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે 10 વર્ષથી વધુથી કામગીરી કરતા TRB જવાનને 30 નવેમ્બર સુધીમાં ફરજ મુક્ત કરવાના આદેશ કરવામાં આવ્યો છો.

આ પણ વાંચો: ગુજરાતમાં ક્રાઈમ રેટ વધવા છતાં પોલીસની ઢીલી નીતિ જવાબદાર

5 વર્ષથી કામગીરી કરતા TRB જવાનોને તા. 31 ડિસેમ્બર સુધીમાં ફરજ મુક્ત

જ્યારે 5 વર્ષથી કામગીરી કરતા TRB જવાનોને તા. 31 ડિસેમ્બર સુધીમાં ફરજ મુક્ત કરવાનો આદેશ કરાયો છે. જેથી 3000 જેટલા TRB જવાનોને ફરજ મુક્ત કરવામાં આવશે. તેમજ 3 વર્ષથી કામગીરી કરતા TRB જવાનને 31 માર્ચ 2024 સુધી ફરજ મુક્ત કરવાનો આદેશ રાજ્યનાં DGP દ્વારા કરવામાં આવ્યો છે. માર્ચ 2024 માં 2300 જેટલા TRB જવાનોને ફરજ મુક્ત કરવામાં આવશે.

Back to top button