ગુજરાત

Weather Report: ગુજરાતીઓને આગામી 5 દિવસ ગરમીથી મળશે રાહત

ઉનાળો આકરો : છેલ્લા એક સપ્તાહથી તાપમાન 40 થી 41 ડીગ્રી સાથે ગરમ પવન ફૂંકાય રહ્યો હતો. આ વખતે માર્ચ મહિનામાં નોંધાયેલા ગરમીના આકડાએ રેકોર્ડ તોડયો છે. અને હજી તો ગરમીના 70 દિવસ કાઢવાના બાકી છે.

Text To Speech

રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરનાં પવન ફૂંકાતા કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોએ માર્ચના મધ્યમાં કર્યો.જો કે છેલ્લા એક સપ્તાહથી સતત હિટવેવની આગાહી હતી.અને ગરમ પવનના કારણે તાપમાન 41 ડીગ્રી પર નોંધાયું હતું. જો કે હવે 4 થી 5 દિવસ હિટવેવની આગાહી નથી. જેના કારણે ગરમ પવનમાંથી રાહત પડશે. આગામી 24 કલાક તાપમાન 40 ડીગ્રી આસપાસ નોંધાવવાની શકયતા છે.અને 24 કલાક બાદ 2 થી 4 ડીગ્રી તાપમાન ઘટશે.અને ગરમીથી રાહત મળશે

હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, 5 દિવસ બાદ રાજ્યમાં ગરમીનો પારો ઉંચો જશે. મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદઅને ભૂજમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચશે. નોંધનીય છે કે, ગઈકાલે 6 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેમાં ભૂજમાં 42.2 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. જ્યારે, અમદાવાદમાં 42.1 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 41.7 ડિગ્રી, પાટણ, ડીસા અને રાજકોટમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Back to top button