ગુજરાતીઓ હવે કકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગ દ્વારા કરાઈ મહત્વની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાન ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હજુ ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો
રાજ્યમાં છેવટે શિયાળો જમાવટ કરવા લાગ્યો હોય તેમ કાતિલ ઠંડીનો દોર શરુ થઇ ગયો છે. હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. જેથી સવાર સવારમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.
24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતા ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે કે આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે. તાપમાનમાં 2થી 4 ડીગ્રી નો ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં ત્રણ દિવસ શીતલહેરની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાતા હવે લોકોને ઠંડીથી બચવા માટે ગરમ કપડાનો શહારો લેવો પડશે.
ઉત્તર ભારતમાં હીમ વર્ષાને કારણે ઠંડીમાં વધારો
ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં જે હીમ વર્ષા થઇ રહી છે. તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસર પણ જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગ દ્વારા 24 કલાક બાદ બેથી 4 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો હતો. અને રાતના સમયમાં 5 ડીગ્રી સેલ્સિયસ નીચું તાપમાન જાય તેવો અંદાજ બાંધવામાં આવ્યો છે. અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે શનિવારથી સોમવાર સુધી શીત લહેર ગુજરાતમાં જોવા મળશે.
ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી
આ શિયાળાની અસર રવિ પાકો પર વધારે વર્તાશે. રાજ્યમાં ઠંડીનું જોર વધતા ખેડૂતો ખુખુશાલ થઇ ગયા છે. આ વર્ષે વરસાદ સારો રહેતા ખેડુતોએ આ વર્ષના રવિપાકનું વાવેતર વધારે કર્યું છે અને જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઘઉં અને ચણાનું વાવેતર સૌથી વધારે કરવામાં આવ્યું છે. ખેડૂતોએ જે રવિ પાકનું વાવેતર કર્યું છે તેમનામાં આશા છે કે જેટલી ઠંડી પડશે તેટલું ઉત્પાદન સારુ થશે.
આ પણ વાંચો :શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી, જાણો શું છે કાર્યક્રમ