ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતીઓ દેશમાં ટ્રાફિક નિયમ ભંગ કરવામા જાણો કેટલા ક્રમે

Text To Speech
  • ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 1825 વાહન ચાલકો દંડાય છે
  • સૌથી વધુ વાહન ચાલકો દંડાતા હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ મોખરે
  • તામિલનાડુમાંથી સૌથી વધુ 5.57 કરોડ ચલાન ઈસ્યુ થયેલા

હેલમેટ નહીં પહેરવી, સીટ બેલ્ટ નહીં બાંધવો, લાઈસન્સ વગર વાહન ચલાવવું જેવા વિવિધ કારણોસર ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 1825 વાહન ચાલકો દંડાય છે.

ગુજરાત રાજ્યમાં કુલ 33.31 લાખ ચલાન ઈસ્યુ થયેલા છે

ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહન ચાલકો પાસેથી કુલ સરેરાશ 37 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. આમ પ્રત્યેક વાહન ચાલકો દરરોજ સરેરાશ રૂપિયા બે હજારનો દંડ ચૂકવે છે. ગુજરાતમાં પહેલી જાન્યુઆરી 2019થી 31મી ડિસેમ્બર 2023 દરમિયાન રાજ્યમાંથી કુલ 33.31 લાખ ચલાન ઈસ્યુ થયેલા છે અને તેમના દ્વારા 680 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવામાં આવ્યો છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં વાહન ચાલકોને ચલાન ઈસ્યુ થવાનું પ્રમાણ ઓછું

અલબત્ત, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં વાહન ચાલકોને ચલાન ઈસ્યુ થવાનું પ્રમાણ ઓછું છે. આ દરમિયાન તામિલનાડુમાંથી સૌથી વધુ 5.57 કરોડ ચલાન ઈસ્યુ થયેલા અને વાહન ચાલકો પાસેથી 755 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ આ મામલે થોડી દરકાર અને ગંભીરતા દાખવે તો અકસ્માતના કેસ અંકુશમાં આવી શકે છે. 30મી નવેમ્બર 2024ની સ્થિતિએ સમગ્ર દેશમાં 38.51 કરોડ વાહન રજીસ્ટર્ડ થયેલા છે. માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ 18.20 કરોડ પાસે, જ્યારે ડ્રાઈવિંગ લાઈસન્સ 95.79 લાખ પાસે છે.

આ પણ વાંચો: ગુજરાત: પોલીસના વહીવટાદારો સામે DGPએ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપી

Back to top button