વિદેશ જવાના મોહમાં ફરી ગુજરાતીઓ મુકાયા મુશ્કેલીમાં, 6 મહિનાથી ગુમ

- વિદેશ જવા નિકળેલા 8 ગુજરાતીઓ 6 મહિનાથી ગુમ.
- એજન્ટ દ્વારા 20 લાખ લઈ મોકલવામાં આવ્યા હતા, જેઓની 6 મહિનાથી કોઈ જ ભાળના મળતાં નોંધાઈ પોલીસ ફરીયાદ.
વિદેશ જવાનો મોહ ગુજરાતીઓને છૂટતો જ નથી એવામાં ફરી 8 ગુજરાતીઓ એજન્ટ દ્વારા અમેરીકા જવા નિકળ્યા હતા ત્યારે 6 મહિનાથી ગુમ થયા હોવાથી પરીવાર દ્વાર છેતરપિંડીની ફરીયાદ કરતાં ધટના બહાર આવતાં ખળભળાટ મચવા પામ્યો છે. 20 લાખ રુપિયા આપી અમેરીકા જવા નીક્ળેલા 8 ગુજરાતી યુવકો 6 મહિનાથી ગુમ થતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે એજન્ટો દ્વારા અડધા પૈસા લઈ અમેરીકા મોકલી આપીશું ત્યાર બાદ ત્યાં પહોચ્યા પછી બાકીના પૈસા આપવાના હોવાની લોભામણી ઓફરો આપી યુવકોને અમેરીકાના સપના દેખાડતા હોય છે. ત્યારે આ લોભામણી ઓફરના ભોગ ભરતભાઇ બાબરભાઇ રબારી બન્યા છે. જેમની સાથે અન્ય આઠ ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ધારાસભ્ય ગેનીબેનનું સગાભાઈ પાસેથી દારૂની બોટલો મળવા મામલે નિવેદન, જુઓ શું કહ્યું
અમેરિકાના વર્ક પરિમિટ વિઝાની લાલચ આપી યુવકને મોકલ્યો:
ભરતભાઇ બાબરભાઇ રબારી ખેતી અને પુશપાલનનો વ્યવસાય કરતા હતા. સાત મહિના પહેલાં તેમના ઘરે એજન્ટ દિવ્યેશકુમાર ઉર્ફે જોની મનોજકુમાર પટેલ આવ્યા હતા, તેમજ ભરતભાઇને વર્ક પરમિટ પર અમેરિકા લઇ જવાની લાલચ આપી હતી. જેના માટે 70 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં એડવાન્સ પેટે 20 લાખ અને અમેરિકા પહોંચ્યા બાદ 50 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, જેથી ભરતભાઇએ ગેમ તેમ કરીને 20 લાખ રૂપિયા ભેગા કરીને એજન્ટ દિવ્યેશભાઇને આપ્યા હતા તેમજ બાકીના રૂપિયા અમેરિકા જઇ નોકરી કરી ચૂકવી આપશે એમ નક્કી કર્યું હતું. પરંતુ ભરતભાઈ જ્યારે અમેરિકા જવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, ત્યાં એજન્ટ દિવ્યેશભાઈએ તેમણે મુંબઈ પહોંચાડ્યા હતા. ત્યારબાદ ભરતભાઈએ પત્નીને ફોન કરીને મુંબઈથી એમસ્ટર્ડમ (નેધરલેન્ડ) જવાનું કહ્યું હતું. ત્યાંથી ભરતભાઈ પોર્ટ ઓફ સ્પેન અને ત્યાંથી ડોમિનિકા પહોંચ્યા હતા. પરંતુ 15 દિવસ બાદ ભરતભાઈની તેમની પત્ની સાથે 4 ફેબ્રુઆરી 2023 પછી કોઈ વાત થઈ નથી.
ડિંગુચા ગામનો રહેવાસી એજન્ટ મોકલતો હતો વિદેશ:
આ ઘટનામાં પ્રાંતિજના વાઘપુર ગામનાં રહેવાસી ચેતનાબેન રબારીએ પોતાના પતિ ભરતભાઇને ડિંગુચાના રહેવાસી મહેન્દ્રભાઇ ઉર્ફે એમ.ડી. બળદેવભાઇ પટેલ અને મહેસાણાના મુગના ગામના રહેવાસી દિવ્યેશકુમાર ઉર્ફે જોની મનોજકુમાર પટેલ નામના એજન્ટે 70 લાખમાં અમેરિકા મોકલવાના નામે છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યાં તેમણે જણાવ્યું છે કે, તેમના પતિ મુંબઇથી નેધરલેન્ડ, પોર્ટ ઓફ સ્પેન અને ત્યાંથી યુવકને ડોમિનિકા લઇ જવાયા બાદ છેલ્લા છ મહિનાથી ગુમ છે.
યુવકની સાથે આઠ ગુજરાતીઓનું પણ કનેક્શન:
આ ઘટનામાં આઠ ગુજરાતીઓ પણ હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે 20 લાખ રૂપિયા આપી અમેરિકા જવા નીકળેલા યુવક સહિત ચાર ગુજરાતી છ મહિનાથી ગુમ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે 2 પુત્રો સહિત દંપતી સામે છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો: આ ચાર નાની લાગતી આદતો વધારી શકે છે ડાયાબિટીસઃ તાત્કાલિક કરો બંધ