ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

ગુજરાતીઓ ધીમા રહેજો ! ફરી કોરોના ફેલાઈ રહ્યો છે, ગુરુવારે નોંધાયા 30 નવા કેસ

Text To Speech

રાજ્યમાં કોરોના ફરી ફૂંફાડો મારવાની તૈયારીમાં છે. જો સાવધાની નહીં વર્તાઈ તો આ મોટું જોખમ બની શકે છે. બીજી લહેરમાં જે પરિસ્થિતિ ઉદ્ભવેલી હતી કદાચ તેનું પુનરાવર્તન થઈ શકે છે. ગુરુવારે સરકારી આંકડાઓ અનુસાર રાજ્યમાં 30 નવા કેસ કોરોનાના દાખલ થયા છે. જેમાંથી 12 અમદાવાદમાં નોંધાયા છે. પરમદિવસે પણ અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા.

આરોગ્ય તંત્ર દ્વારા કામગીરીનો ધમધમાટ

ગુજરાતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ જેવી મિશ્ર ઋતુની સ્થિતિમાં રોગચાળાના હાઉ વચ્ચે કોરોના ફરી ભૂરાયો થતો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. જેને લઈને લોકોએ હોળી ધુળેટીના તહેવારોનો માણેલી મજા મોંઘી પડતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

રાજ્ય સરકારની યાદી અનુસાર અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 12 નવા કેસ નોંધાતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. તો અમરેલીમાં 6 નવા કેસ નોંધાયા છે. વધુમાં રાજકોટ કોર્પો.માં 2 નવા કેસ, સુરત શહેરમાં 2 નવા કોરોના કેસ અને વડોદરા શહેરમાં 2 નવા કેસ નોંધાયા છે. તો ગાંધીનગરમાં 1, જુનાગઢમાં 1 ,પોરબંદર, રાજકોટ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તથા મહેસાણામાં 1 કેસ નોંધાયો છે. બીજી બાજુ 24 કલાકમાં 6 દર્દીઓએ કોરોનાને હરાવતા તેઓને સાજાનરવા ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136 હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. સામે પક્ષે રાજ્યમાં 2 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓની વેન્ટિલેટર પર રાખી સારવાર ચાલી રહી છે.

Back to top button