ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

યુક્રેનના મિસાઈલ હુમલામાં રશિયન સેનાનો ગુજરાતી યુવક શહીદ

રશિયા, 25 ફેબ્રુઆરી : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી યુદ્ધ(ukraine russia war) ચાલુ છે. યુક્રેન હવે રશિયા પર સતત હુમલા કરી રહ્યું છે. યુક્રેનના હુમલામાં રશિયામાં 23 વર્ષીય ભારતીય યુવક શહીદ થયો છે. 23 વર્ષનો યુવક સરતનો રહેવાસી હતો. તે રશિયન સૈન્યમાં(Russian Army) સુરક્ષા સહાયક તરીકે કામ કરતો હતો. 21 ફેબ્રુઆરીના રોજ યુક્રેનિયન હવાઈ હુમલામાં તે માર્યો ગયો હતો. હુમલામાં બચી ગયેલા અન્ય એક ભારતીય કર્મચારી આ માહિતી આપી છે.

મિસાઈલ હુમલામાં માર્યા ગયેલા ભારતીય યુવકને રશિયા-યુક્રેન બોર્ડર પર ડોનેટ્સક વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યો હતો. તેને ફાયરિંગની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. તે જ સમયે મિસાઇલ હુમલો થયો હતો. આ હુમલામાં યુવકે જીવ ગુમાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરત જિલ્લાનો રહેવાસી હેમિલ અશ્વિનભાઈ માંગુકિયા ડિસેમ્બર 2023માં રશિયા ગયો હતો અને બાદમાં રશિયન આર્મીમાં જોડાયો હતો.

ભારતીય વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી

આ મહિનાની શરૂઆતમાં, હેમિલના પિતાએ ભારતીય વાણિજ્ય દૂતાવાસને એક પત્ર લખીને તેને ઘરે પરત લાવવામાં મદદ માંગી હતી. રશિયન આર્મી સાથે કરાર પરના અન્ય કેટલાક ભારતીયોએ પણ દૂતાવાસનો સંપર્ક કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે હજુ સુધી તેમને આ ઘટના અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

મૃત્યુના એક દિવસ પહેલા પિતા સાથે વાત કરી હતી

હેમિલના પિતાએ મીડિયાને જણાવ્યું કે, તેમણે 20 ફેબ્રુઆરીએ હેમિલ સાથે વાત કરી હતી. તેના એક દિવસ પછી જ તેનું અવસાન થયું. કર્ણાટકના સમીર અહેમદે આ ઘટના વિશે જણાવ્યું કે તેમનાથી 150 મીટરના અંતરે હેમિલ ફાયરિંગ અને મિસાઈલ ફાયરિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે જ અચાનક વિસ્ફોટ થયો, અમે ખાઈમાં છુપાઈ ગયા. થોડા સમય પછી, જ્યારે અમે બહાર આવ્યા, તો અમે જોયું કે હેમિલ મૃત્યુ પામ્યો હતો.

ઘણા ભારતીય યુવાનો રશિયન આર્મીમાં જોડાયા છે

તાજેતરના દિવસોમાં આવા ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે નેપાળ અને ભારતના કેટલાક લોકો રશિયન સેનામાં જોડાયા છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ ગયા અઠવાડિયે કહ્યું હતું કે રશિયન સેનાને મદદ કરી રહેલા ભારતીય નાગરિકોને ઝડપથી બહાર કાઢવા માટે વાતચીત ચાલી રહી છે. એક રિપોર્ટ અનુસાર 100થી વધુ ભારતીય યુવાનો રશિયન આર્મીમાં જોડાયા છે. તેમાંથી મોટા ભાગનાને સુરક્ષા સહાયક તરીકે રાખવામાં આવ્યા છે.

ન તો ઘરના રહેશો કે ન તો બહારના: પેપર લીક માફિયાઓને CM યોગીની ચેતવણી

Back to top button