આંતરરાષ્ટ્રીયગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમધ્ય ગુજરાતવર્લ્ડ

ગુજરાતી એન્જિનિયરની કતરમાં ધરપકડ, સાંસદ હેમાંગ જોશી પરિવારની મદદે આવ્યા

Text To Speech

વડોદરા, 23 માર્ચ : ગુજરાતના વતની એન્જિનિયર અમિત ગુપ્તાની કતરમાં અટકાયત કરવામાં આવી છે. ગુનાહિત કેસની તપાસના સંદર્ભમાં અમિત ગુપ્તાની અટકાયત કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે કતરમાં ભારતીય મિશન અટકાયતમાં લેવાયેલા ભારતીય નાગરિકને શક્ય તમામ મદદ કરી રહ્યું છે. ભારતીય દૂતાવાસે કહ્યું છે કે તેઓ અમિતના પરિવાર સાથે સંપર્ક જાળવી રાખશે. અમિત ગુપ્તા ટેક મહિન્દ્રામાં કામ કરે છે.

કતર પોલીસે 1 જાન્યુઆરીએ જ અમિત ગુપ્તાની ધરપકડ કરી હતી. તેની માતા પુષ્પા ગુપ્તાએ મીડિયાને આ અંગે માહિતી આપી હતી. અમિત ગુપ્તા સામે કયા આરોપો છે અને કયા ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. ગુપ્તાના પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.

પરિવારનું કહેવું છે કે ડેટા ચોરીના કેસમાં અમિત ગુપ્તાને ફસાવવામાં આવ્યો છે. તે નિર્દોષ છે. અમિત ગુપ્તાની માતા પુષ્પાએ પણ કતાર સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. રાજદૂતે પણ તેમને સાંત્વના આપી છે. હજુ સુધી આ મામલે કોઈ મોટી અપડેટ પ્રાપ્ત થઈ નથી. ભાજપના સાંસદ હેમાંગ જોશીએ મીડિયાને જણાવ્યું કે અમિત ગુપ્તા છેલ્લા 10 વર્ષથી કતરમાં ટેક મહિન્દ્રા માટે કામ કરી રહ્યા હતા.

બીજેપી સાંસદે કહ્યું, તેમના પિતા અમિત ગુપ્તાને મળવા કતાર ગયા હતા. તેઓ એક મહિના સુધી રહ્યા પરંતુ તેઓ મળી શક્યા નહીં. કતરમાં આ રીતે કોઈ ભારતીયની ધરપકડ કરવામાં આવી હોય તેવી આ પહેલી ઘટના નથી. વર્ષ 2022માં આઠ મરિન અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જો કે બાદમાં કતરની કોર્ટે અમીરના આદેશ પર તેને મુક્ત કરી દીધા હતા.

Back to top button