ઉત્તર ગુજરાતનવરાત્રિ-2022

ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે ડીસા પોલીસ લાઈનમાં ગરબાની રમઝટ બોલાવી

Text To Speech

પાલનપુર: ડીસા પોલીસ સ્ટેશન લાઈનમાં નવરાત્રીના કરાયેલા આયોજનમાં ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે ઉપસ્થિત રહીને ગરબાની રમઝટ બોલાવી હતી. અને ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્યા હતા.

ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા…

ડીસા શહેરમાં નવરાત્રી મહોત્સવનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાર્ટી પ્લોટથી લઈ દરેક સોસાયટી અને શેરી ગરબાઓ નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડીસા શહેરમાં આવેલ પોલીસ લાઈન ગ્રાઉન્ડમાં પણ ડીસા પોલીસ સ્ટાફ તરફથી આયોજન કરી નવરાત્રિના નવેય દિવસ ગુજરાતના ખ્યાતનામ ગાયક કલાકારોને ઉપસ્થિત રહેનાર છે.

જેમાં ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર અને લોકગાયક વિક્રમ ઠાકોરે પણ પોલીસ લાઈનમાં પોતાની આગવી અદાથી ગરબા ગાઇને ખેલૈયાઓને રમવા મજબૂર કર્યા હતા. વિક્રમ ઠાકોરને જોવા માટે પોલીસ લાઈનના મેદાનમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જ્યારે ખેલૈયાઓ પણ વિક્રમ ઠાકોરના ગરબા ઉપર મન મૂકીને રમ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા પોલીસ સ્ટાફ તરફથી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે.અને ખેલૈયાઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ડીસાના રૂરલ પી.આઈ. પટણી તેમજ ડીસા પોલીસ સ્ટાફ મિત્રોએ તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: નવરાત્રીના ચોથા નોરતે જાણો માતા ભદ્રકાળીનો મહિમા !

Back to top button