

આજનું પંચાગ
તારીખ :- ૧૯ જૂન ૨૦૨૨, વાર :- રવિવાર
તિથિ :- જેઠ વદ છઠ
રાશી :- કુંભ
નક્ષત્ર :- શતતારા
યોગ :- વિષ્કુંભ
કરણ :- ગરજ
આજનું રાશિ ભવિષ્ય
મેષ :- આજે તમે તમારા મિત્રો સાથે ખુબ સુંદર સમય વિતાવી શકો છો. આજે તમે મનોરંજન ને વધારે પ્રાધાન્ય આપશો. લાંબા સમયથી ચાલતી સમસ્યા નો ઉકેલ મળી શકે છે. નાંણાકીય લાભ થઈ શકે છે. નવું વાહન લેવાનું આયોજન કરી શકો છો.
વૃષભ :- આજે તમને તમારી કારકિર્દી માટે કોઈ સારી તક મળી શકે છે. તમે તમારી પરિવારજનો સાથે એ બાબતે ચર્ચા પણ કરશો. કાર્યભાર થોડો વધારે રહે. રજા ની મજા માણી ના શકાય. તમારા યશ માન માં વધારો થાય.
મિથુન :- આજે ધાર્મિક પ્રવૃતિ પાછળ વધારે સમય વિતાવશો. નાની મુસાફરી ના યોગ બની રહ્યા છે. આ મુસાફરી પણ ધાર્મિક પણ હોય શકે છે. તમારા પરિવારજનો સાથે સારા પકવાનનો આનંદ ઉઠાવી શકશો. કામ કરવાની ઈચ્છા ઓછી થાય.
કર્ક :- આજે મનમાં ઉદાસી રહે. તમારા લીધેલા નિર્ણયો ખોટા પડતા હોય એવું લાગે. તમારા કોઈક નજીક ના સબંધી ની ચિંતા રહે. તમારી વાતનો ખોટો અર્થ નીકળી શકે છે. બને ત્યાં સુધી મન શાંત રાખવું. ઓમ નમઃ શિવાયના જાપ કરવાથી રાહત મળે.
સિંહ :- આજે તમે પિકનિક પર જઈ શકો છો. તમારા જીવનસાથી સાથે મધુર પળો માણી શકો છો. તેમ છતાં તમને તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય ની ચિંતા રહે. ઉછીના આપેલા નાણાં આજે પરત આવી શકે છે. પ્રતિસ્પર્ધી થી સાચવવું.
કન્યા :- આજે તમારા પોતાના ઉપર વધારે ધ્યાન આપવું. તમારા આરોગ્યની કાળજી રાખો. નાણાકીય લેવડદેવડ માટે ઉત્તમ દિવસ છે લાભકારી દિવસ છે. તમને તમારી કારકિર્દી માં મદદરૂપ થાય એવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે.
તુલા :- તમે તમારી આવડત ને કારકિર્દીનું સ્વરૂપ આપવા વિચારી શકો છો. આજે મન ખૂબ પ્રસન્ન રહે. તમારી કલાની પ્રસંશા થાય. આજે બહાર ફરવા જવાનું આયોજન કરી શકો છો. આજે ખેલકૂદ માં પણ અભિરૂચિ રહે.
વૃશ્ચિક :- આજે ગુસ્સા નું પ્રમાણ જરા વધારે રહે. ધાર્યા પ્રમાણે કામ નથી થતા એવું લાગે. આજે ઘરમાં રહીને આરામ કરવાની ઈચ્છા વધારે રહે. તમારા ઘર માટે કોઈ વસ્તુ વસાવી શકો છો. મકાન મિલ્કત સંબંધી કોઈ નિર્ણય લઈ શકો છો.
ધનુ :- આજે લાભકારી દિવસ છે. અચાનક પરિસ્થિતિ માં પલટો આવે. આજે પાર્ટી માં જઈ શકો છો. તમારા મોબાઇલ ફોનનું ધ્યાન રાખવું. મિત્રો કે શુભચિંતકો પર અંધવિશ્વાસ મૂકવો નહિ. વારસાગત મિલકતો અંગે કોઈ નિર્ણય આવી શકે છે.
મકર :- તમારા વ્યવસાયલક્ષી વિચારોને એક નવું સ્વરૂપ મળે. તમારા નિર્ણયો તમને નાણાકીય લાભ અપાવી જાય. તમારા પરિવારજનો તમને પૂરો સહકાર આપે. તમે તમારા ઘરના સભ્યોને તમારા વ્યાપારમાં લેવા માટે વિચારી શકો છો.
કુંભ :- આજે આરોગ્ય માં ઉતાર ચડાવ રહે. તમારે તમારા સ્વાસ્થ્ય અંગે ગંભીરતા પૂર્વક વિચારવાની જરૂર છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય. તમે તમારા મનની વાત દૃઢતાપૂર્વક રજૂ કરી શકો છો. જેની નોંધ પણ લેવાય.
મીન :- કોઈ પણ અગત્ય ના નિર્ણય બે વાર સમજી વિચારીને લેવા. અસમંજસ ની સ્થિતી સર્જાઈ શકે છે. તમારા સંતાન જોડે મનદુઃખ થઈ શકે છે. આજે તમે તમારા મનોરંજન પાછળ ખર્ચ કરી શકો છો. આજે શેર બજારમાં રોકાણ કરવું નહિ.
નીકી પ્રવીણ વાંકાવાળા
ફોન નંબર :- 9099056963
જ્યોતિષ શાસ્ત્રી, વાસ્તુ એક્સપર્ટ, ટેરોટ કાર્ડ રીડર, ન્યુમેરોલોજીસ્ટ, ક્રિસ્ટલ હીલર, પાસ્ટ લાઈફ રિગ્રેસન થેરાપિસ્ટ