ગુજરાત

ગુજરાત: ઉત્તરસંડાના યુવકને હીરાના ધંધામાં નફાની લાલચ રૂ.2.45 કરોડમાં પડી

Text To Speech

ઉત્તરસંડાના રહીશને હીરાના ધંધામાં નફાની લાલચ આપી 2.45 કરોડ પડાવ્યા છે. જેમાં 21 લોકોના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા બાદ કોરોનાનું બહાનું કાઢયું હતુ. તેમાં આફ્રિકાથી રફ હીરા મંગાવી બજારમાં વેચી 20%નફાની લાલચ આપીને ઠગ્યા છે. જેમાં શૈલેષ પટેલના કહેવાથી ચિરાગ પટેલે જુદા જુદા 21 લોકોના ખાતામાં 2.45 કરોડ જમા કરાવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરની સુંદરતામાં વધારો કરવા AMC નવી પોલિસી લાવી 

મિત્રએ 2020માં શૈલેષ અમૃતલાલ પટેલ સાથે મુલાકાત કરાવી

ઉત્તરસંડામાં કન્સ્ટ્રકશનનું કામ કરતાં ચિરાગ વિનુંભાઈ પટેલના સુરત રહેતા મિત્રએ 2020માં શૈલેષ અમૃતલાલ પટેલ સાથે મુલાકાત કરાવી હતી. શૈલેષે પોતે હીરા એક્ષપોર્ટ ઈન્પોર્ટનો ધંધો કરતો હોવાનું જણાવી આફ્રીકાથી રફ હીરા મંગાવી અહીંના લોકલ બજારમાં વેચીએ તો 20 ટકા નફાનું માર્જીન મળે પણ મોટું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડે તેમ લાલચ આપી હતી. ઉપરાંત સુરતના હંસરાજ જ્વેલર્સ, હેન્સી ઈમ્પેક્ષ, રૂઝલ જેમ્સ જેવી પેઢીઓ સાથે સીધા નાણાંકીય વ્યવહારો હોવાનું જણાવતા ચિરાગભાઈને વિશ્વાસ થયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ દ્વારા ફેરિયાઓને વ્યાજખોરોથી બચાવવા અનોખી પહેલ શરૂ કરી 

પોલીસે ઈપીકો કલમ 406 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

જેથી ચિરાગ પટેલે રૂઝલ જેમ્સ, હંસરાજ જ્વેલર્સના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા બાદ વિશ્વાસપાત્ર જણાતા વધુ રોકાણ માટે યશ કોર્પોરેશન તથા અન્ય પેઢીઓમાં પણ પોતાના તથા મિત્રોના નામથી પૈસા આફ્રીકાના હીરાના કન્સાઈન્મેન્ટ માટે પૈસા જમા કરાવ્યા હતા. બાદ રુપિયાની વાત કરતાં શૈલેષ પટેલ અવારનવાર કોરાનાના કારણે કન્સાઈનમેન્ટ આફ્રીકામાં અટવાયેલ છે તેવા બહાના કાઢતા હોય ચિરાગભાઈએ સુરત જઈ તપાસ કરતાં શૈલેષ પટેલ આવો હીરાનો કોઈ ધંધો કરતા ન હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો:  ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો પણ જૂની પેન્ડિંગ અરજીઓનો આંકડો જાણી રહેશો દંગ 

શૈલેષ પટેલના કહેવાથી ચિરાગ પટેલે જુદા જુદા 21 લોકોના ખાતામાં 2.45 કરોડ જમા કરાવ્યા હતા. જે રૂપિયા શૈલેષે પરત ન આપતો, તેનો મોબાઈલ પણ બંધ આવતો હોઈ આખરે ચિરાગ પટેલે શૈલેષ પટેલ સામે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ઈપીકો કલમ 406 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button