ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: શ્રમિક યુવાને પત્ની સાથે ફોનમાં વાત કરવાની ના પાડતાં મેનેજરે હત્યા કરી

  • મોતને ઘાટ ઉતારી દેતા શ્રમિકની બહેને ફરિયાદ નોંધાવી
  • ખુરશીદ આલમ ઉર્ફે રાજખાન અસગર મિયા વિરુદ્ધ હત્યાની ફરિયાદ
  • મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી

હળવદ તાલુકાના ધનાળા ગામે કારખાનામાં કામ કરતા શ્રમિક યુવાનની પત્ની સાથે ફોનમાં વારંવાર વાત કરતા ફેક્ટરીના મેનેજરને યુવાને ઠપકો આપતા તેનો ખાર રાખી મેનેજરને ટિફિન આપવા ગયેલા શ્રમિક યુવાનને ઢોર માર મારી ગળુ દબાવી દઇ મોતને ઘાટ ઉતારી દેતા શ્રમિકની બહેને ફરિયાદ નોંધાવી છે.

ખુરશીદ આલમ ઉર્ફે રાજખાન અસગર મિયા (રહે. બિહાર) વિરુદ્ધ હત્યાની ફરિયાદ

મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદના નવા ધનાળા ગામે આવેલ કારખાનામાં કામ કરતા સુનિતા રવિન્દ્ર નર્મદા અહીવારે આરોપી ખુરશીદ આલમ ઉર્ફે રાજખાન અસગર મિયા (રહે. બિહાર) વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૧૩ જૂનના રોજ સવારે સુનિતા પોતાના કારખાને હતી ત્યારે તેના ભાભી જ્ઞાની ઉર્ફે રાધિકાનો ફોન આવ્યો હતો. અને જણાવ્યું હતું કે તમારા ભાઈ ગબ્બર તા. ૧૨ના રોજ રાત્રિના કારખાનાના મેનેજર ખુરશીદ આલમ ઉર્ફે રાજખાન અસગર મિયાને જમવાનું ટિફિન આપવા ગયા હતા અને હજુ આવ્યા નથી જેથી બંને સોખડા પાટિયા પાસે આવેલ રેબેકા કારખાને ગયા હતા. જ્યાં કારખાના મેઇન ગેટ પાસે બાથરૂમમાં તેનો મૃતદેહ પડયો હતો અને નાકેથી લોહી નીકળતું હતું. ગળાના ભાગે ઇજાના નિશાન હતાં.

જમવાના એક માસના રૂ. ૩૦૦૦ નક્કી થયા હતા

બનાવ અંગે સુનિતાએ ભાભીને પૂછ્તાં જણાવ્યું હતું કે તા. 12ના રોજ સાંજે મજૂરીથી આવી જમવાનું બનાવ્યું હતું અને તમારા ભાઈ રાત્રિના આઠેક વાગ્યે મજુરીથી આવી જમવા બેઠા હતા. જમીને ખુરશીદને ટિફિન આપવા ગયા હતાં. જમવાના એક માસના રૂ. ૩૦૦૦ નક્કી થયા હતા. જેથી ત્રણ દિવસથી ટિફિન દેવા જતા હતા. ગત રાત્રે ટિફિન દેવા ગયા હતાં. પરંતુ રાત્રિનાં મોડો સમય થવા છતાં આવ્યા નહીં જેથી કોલોનીમાં તપાસ કરી હતી. અને રાત્રિનાં અંધારું હોવાથી બીક લાગતા રૂમમાં જઇને સૂઇ ગઇ હતી તેવી હકીકત જણાવી હતી.

મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી

સુનિતાના ભાભી પંદર દિવસથી કારખાને આવીને રહેતા હતા અને મેનેજરે ગબ્બર સાથે સારા સંબંધ કેળવી તેની પત્નીના પરિચયમાં આવ્યો હતો અને ટિફિન પણ તેના ઘરેથી મોકલતો હતો. ત્રણ દિવસ પૂર્વે ગબ્બર અને તેના પત્નીના ઘરે મળવા બહેન આવી હતી ત્યારે ગબ્બરે વાત કરી હતી કે મેનેજર ખુરશીદ આલમ ગેરહાજરીમાં તારી ભાભીને ફોન કરે છે અને વીડિયો કોલ કરે છે જે પસંદ નથી. જેથી શેઠને વાત કરીશ અને રાજાખાનને ઠપકો આપી ભાભીને ફોન નહીં કરવા જણાવ્યું હતું. જેથી મેનેજરે ગળું દબાવી તેમજ શરીરે માર મારી ઇજા પહોંચાડી મોત નિપજાવી હત્યા કરી હતી. મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં પ્રિયજનોને ગુમાવનારા પરિવારોને સાઈબર ફ્રોડ અંગે સિવિલ હોસ્પિટલે ચેતવ્યા

Back to top button