ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: સરકારની સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશનની આવક જાણી રહેશો દંગ

  • સરકારની આવકમાં 57% નો જંગી વધારો થયો છે
  • રાજ્ય સરકાર દ્વારા જંત્રી દરોમાં 100% વધારો કરાશે
  • ગુજરાત સરકારે લગભગ 12 વર્ષ બાદ જંત્રીના દરનું પુનઃમૂલ્યાંકન કર્યું

જંત્રીની મુદત વધારાનો લાભ લેવા ડેવલપર્સનો ધસારો છે. જેમાં સરકારની આવકમાં 57 ટકાનો વધારો થયો છે. તથા 2022ના જાન્યુ.થી માર્ચમાં રૂ. 3,102 કરોડની આવક થઇ છે. તેમજ જાન્યુ.થી માર્ચ, 2023માં રૂ.4,876 કરોડની આવક થઇ છે. તેમાં કુલ રજિસ્ટર્ડ મિલકતોમાં અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટનો 70 ટકા હિસ્સો છે.

આ પણ વાંચો: ગુજરાતીઓ માટે ઉનાળુ વેકેશન પ્રવાસ મોંઘો થશે

રાજ્ય સરકાર દ્વારા જંત્રી દરોમાં 100% વધારો કરાશે

રાજ્ય સરકાર દ્વારા જંત્રી દરોમાં 100% વધારાનો તા.15 એપ્રિલથી અમલમાં મૂકવામાં આવશે. જેના પરિણામે ગુજરાતભરના રોકાણકારોમાં તા.15 એપ્રિલની સમયમર્યાદા પહેલાં તેમની મિલકતોની નોંધણી કરાવવા માટે ધસારો જોવા મળ્યો છે. મિલકતોના રજિસ્ટ્રેશન કરાવવા માટે આ ધસારાને પરિણામે જાન્યુઆરીથી માર્ચ સુધીના ક્વાર્ટરમાં સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીમાંથી સરકારની થતી આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારની સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશનની આવક વધીને રૂ. 4,876 કરોડ થઈ છે. 2022ના વર્ષમાં જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિક ગાળામાં થયેલી સરકારની રૂ.3,102 કરોડની આવકની સરખામણીમાં ચાલુ વર્ષે આ સમયગાળામાં સરકારની આવકમાં 57 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે અને જાન્યુઆરીથી માર્ચ દરમિયાન રૂ.4,876 કરોડ થઈ છે.

આ પણ વાંચો: સુરત: સુવર્ણ જ્વેલર્સમાં ગઠિયો રૂ.12.14 લાખના દાગીના ચોરી ગયો

ગુજરાત સરકારે લગભગ 12 વર્ષ બાદ જંત્રીના દરનું પુનઃમૂલ્યાંકન કર્યું

રાજ્યમાં નોંધાયેલ મિલકતોની સંખ્યા જાન્યુઆરીથી માર્ચ 2022માં 4,36,665થી વધીને ચાલુ વર્ષના જાન્યુઆરીથી માર્ચના સમયગાળામાં 18 ટકા વધીને 5,15,116 થઈ છે. રાજ્યમાં રજિસ્ટર્ડ થયેલી કુલ મિલકતોમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના ચાર મુખ્ય શહેરો નોંધાયેલી તમામ મિલકતો 60% થી 70% હિસ્સો ધરાવે છે. ગુજરાત સરકારે લગભગ 12 વર્ષ બાદ જંત્રીના દરનું પુનઃમૂલ્યાંકન કર્યું છે. રાજ્ય સરકારે જંત્રીના દરમાં વધારો કરતી વેળા જાહેરાત કરી હતી કે, તા.5 ફોબ્રુઆરીથી દરો બમણા થઈ જશે. પરંતુ રિયલ એસ્ટેટ ડેવલપર્સ સહિત કેટલાક ક્વાર્ટરની રજૂઆતોને પગલે જંત્રીના નવા દરોનો અમલ તા.15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સુરત: લોન કેન્સલ કરવાના નામે એજેન્ટે લાખો રૂપિયા ટ્રાન્સફર કરી લીધા

2021-22માં 14,32,569 મિલકતોની નોંધણી કરવામાં આવી

સત્તાવાર માહિતી અનુસાર, 2022-23 દરમિયાન સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફી પેટે રૂ. 14,318 કરોડ રકમ એકત્રિત કરવામાં આવી હતી. 2021-22માં એકત્રિત કરાયેલા રૂ.10,616 કરોડની તુલનાએ ચાલુ વર્ષે આ આવકમાં 34.87% નો વધારો નોંધાયો છે. 2021-22ના વર્ષમાં નોંધાયેલ મિલકતોની સંખ્યાની તુલનાએ 2022-23માં 17 ટકા વધારો થયો છે. સરકારી રેકોર્ડ જણાવે છે કે 2021-22માં 14,32,569 મિલકતોની નોંધણી કરવામાં આવી હતી, જ્યારે 2022-23માં 16,75,648 મિલકતોની નોંધણી કરવામાં આવી હતી.

સરકારની આવકમાં 57% નો જંગી વધારો થયો છે

સત્તાવાર ડેટાના જણાવ્યાનુસાર, 2022ના જાન્યુઆરી- માર્ચ ક્વાર્ટરમાં સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીમાંથી રૂ.3,102 કરોડની આવકની સરખામણીએ 2023ના જાન્યુઆરી- માર્ચ ક્વાર્ટરમાં આવક વધીને રૂ. 4,876 કરોડ થઈ હતી. આમ સરકારની આવકમાં 57% નો જંગી વધારો થયો છે. આ જ સમયગાળા દરમિયાન, નોંધાયેલ મિલકતો 4,36,665ની સરખામણીએ 18 ટકા વધીને 5,15,116 થઈ છે.

Back to top button