ગુજરાત: છેલ્લા 3 વર્ષમાં પોલીસે ઝડપેલા ડ્રગ્સની કિંમત જાણી રહેશો દંગ
- બાતમીદારો માટે રિવોર્ડ પોલિસી શરૂ કરનારું પહેલું રાજ્ય
- 6.36 કરોડ રૂપિયાથી વધુની રિવોર્ડ માટે રકમ મંજૂર
- પદાર્થના મૂલ્યના 20% સુધીનું ઈનામ આપાય છે
ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં પોલીસે ઝડપેલા ડ્રગ્સની કિંમત જાણી દંગ રહેશો. તેમજ બાતમીદારોને પણ લાખોનું ઈનામ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસે 16155 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
બાતમીદારો માટે રિવોર્ડ પોલિસી શરૂ કરનારું પહેલું રાજ્ય
ડ્ર્ગ્સ સંબંધિત પોલીસને બાતમી આપનારા લોકોને સરકાર દ્વારા લાખો રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારે ડ્રગ્સ જેવા દૂષણને ડામવા માટે 2021માં ગૃહ વિભાગ દ્વારા નાર્કો રિવોર્ડ પોલિસી અમલમાં મુકાય હતી. જેમાં ડ્રગ્સને પોલીસને બાતમી આપનારા લોકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરાતા હતા. વર્ષ 2021 થી ડિસેમ્બર, 2024 સુધીમાં રાજ્યમાં રૂ.16155 કરોડની કિંમતનું 87607 કિલોગ્રામ ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું અને 2500થી વધુ આરોપી સામે આવ્યા છે. ગુજરાત બાતમીદારો માટે રિવોર્ડ પોલિસી શરૂ કરનારું પહેલું રાજ્ય છે.
6.36 કરોડ રૂપિયાથી વધુની રિવોર્ડ માટે રકમ મંજૂર
નાર્કો રિવોર્ડ પોલિસી હેઠળ, અત્યારસુધીમાં DGP કમિટીએ 64 લોકો માટે 51202 રૂપિયા રિવોર્ડ મંજૂર કર્યા છે. જ્યારે ACS, ગૃહ સ્તરની કમિટીએ 169 લોકોને 6.36 કરોડ રૂપિયાથી વધુની રિવોર્ડ માટે રકમ મંજૂર કરી છે. આ ઉપરાંત, 737 લોકોને કુલ 5.13 કરોડ રૂપિયા રિવોર્ડ આપવાનો પ્રસ્તાવ NCB કમિટીને મોકલવામાં આવ્યો છે.
પદાર્થના મૂલ્યના 20% સુધીનું ઈનામ આપાય છે
પોલીસની જાણકારી મુજબ, નાર્કો રિવોર્ડ પોલિસીના નિયમો પ્રમાણે ડ્રગ્સને લગતી બાતમી આપનારા લોકોને સરકાર દ્વારા ઈનામ આપવામાં આવે છે. જેમાં બાતમીદારે આપેલી માહિતીની વિશિષ્ટતા, ચોકસાઈ, તેનું જોખમ સહિતની જાણકારીને આધારે ઈનામ નક્કી કરવામાં આવે છે. તથા બાતમીદારને જપ્ત કરાયેલા પદાર્થના મૂલ્યના 20% સુધીનું ઈનામ આપાય છે.
આ પણ વાંચો: અમદાવાદ: કોલ્ડપ્લે કોન્સર્ટમાં વાહન લઇને જનારા માટે ખાસ સમાચાર