ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: કેરી ખાવા માટે ઉનાળાની રાહ નહીં જોવી પડે, બારેમાસ કેરી મળશે

Text To Speech
  • રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ આ કેરી મોકલવામાં આવતી હોય છે
  • ભર ચોમાસામાં પાકી રહેલી આ અનોખી કેરી એટલે “પંચરત્ન કેરી”
  • ખેડૂતોના નવતર પ્રયાસથી બારેમાસ પંચરત્ન કેરી મળશે

ગુજરાતમાં કેરી ખાવા માટે ઉનાળાની રાહ નહીં જોવી પડે જેમાં હવે બારેમાસ કેરી મળશે. તેમાં ખેડૂતોના નવતર પ્રયાસથી બારેમાસ પંચરત્ન કેરી મળશે. અમરેલીના દિતલા ગામે બારેમાસ કેરી થાય છે. ઓગસ્ટ મહિનામાં પણ કેરીઓ આંબા પર ઝૂલે છે. એકવાર ચોમાસુ શરુ થાય એટલે આંબા પરથી કેરી ગાયબ થવા લાગે. કારણ કે કેરી પાકે અને તેની સુવાસ પ્રસરે તે માટે ઉનાળાની રાહ જોવી પડે છે. કેરીના રસિયાઓ ઉનાળાની જ રાહ જોતા હોય છે. અમરેલીના દિતલા ગામેથી તો કંઈક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરે ધજા મહોત્સવ, 18 લાખથી વધુ માઈભક્તો કરશે દર્શન

ભર ચોમાસામાં પાકી રહેલી આ અનોખી કેરી એટલે “પંચરત્ન કેરી”

હાલ ઓગસ્ટ મહિનો ચાલે છે. અને આ મહિનામાં તો માર્કેટમાં કેરીઓ દેખાવાની બંધ થઈ જાય છે. પરંતુ, અમરેલીના ધારી તાલુકામાં આવેલ દિતલા ગામના આંબા પર કેરીઓ જોવા મળી રહી છે. અને આંબાવાડીયાઓ તેની સુંગધથી મહેંકી ઉઠ્યા છે. ભર ચોમાસામાં પાકી રહેલી આ અનોખી કેરી એટલે “પંચરત્ન કેરી”. દાવો કરાઈ રહ્યો છે કે સ્વાદમાં આ કેરી “કેસર કેરી”ને પણ ટક્કર મારે એવી હોય છે. હકીકતમાં કેસર કેરી જેવી જ મીઠી કેરી મળે અને લોકોને બારેયમાસ કેરી ખાવા મળે તે માટે દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂતો છેલ્લા ઘણાં સમયથી સંશોધન કરી રહ્યા હતા. ખેડૂત હરેશભાઈ અને રણજીતભાઈ પોતાની કોઠાસૂઝથી છેલ્લાં અનેક વર્ષોથી આ અંગે પ્રયોગો કરતા હતા. અને હવે તેમની આ મહેનત રંગ લાવી રહી છે.

રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ આ કેરી મોકલવામાં આવતી હોય છે

કેસર કેરીની સિઝન પૂર્ણ થયા બાદ પંચરત્ન કેરીનો પાક શરૂ થાય છે. આ કેરીની વિશેષતા એ છે કે પાકી ગયા બાદ પણ આ કેરી 20 થી 25 દિવસ સુધી બગડતી નથી. શ્રાવણ અને દિવાળીમાં પંચરત્ન કેરીનો ફાલ આવવાનો શરૂ થાય છે. અને માત્ર ગુજરાતમાં જ નહીં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ આ કેરી મોકલવામાં આવતી હોય છે.

Back to top button