ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: IPL શરૂ થયાની સાથે સટ્ટોડીયાઓ સક્રિય, કારમાં અડ્ડો બનાવ્યો

  • હવે મોબાઈલ એપ્લિકેશનથી સટ્ટો રમાડવાની પ્રથા શરૂ
  • હાઈવે ઉપર કારમાં બેસી મોબાઈલ એપની મદદથી સટ્ટો લેવાય છે
  • પોલીસે કાર સહિત 3,49,280 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

IPL શરૂ થતાં જ સટોડિયા મેદાને આવ્યા છે. જેમાં સિદ્ધપુરમાંથી 1 સટ્ટેબાજ પકડાયો છે. તથા 1 ફરાર થયો છે. દરરોજ રમાતી મેચો ઉપર હવે મોબાઈલ એપ્લિકેશનથી સટ્ટો રમાડવાની બોલબાલા છે. સિદ્ધપુર-ખેરાલુ હાઈવે ઉપર કારમાં બેસી મોબાઈલ એપની મદદથી સટ્ટો લેતો હતો અને પોલીસ ત્રાટકી હતી. જેમાં એક આરોપી ઝડપાયો છે.

આ પણ વાંચો: ગુજરાત: વેપારીઓને રાહત, GST વાર્ષિક રિટર્ન આ તારીખ સુધી ફાઇલ કરી શકાશે 

હવે મોબાઈલ એપ્લિકેશનથી સટ્ટો રમાડવાની પ્રથા શરૂ

IPL શરૂ થયાની સાથે જ જિલ્લાભરમાં સટ્ટોડીયાઓ હવે પોતપોતાના અડ્ડાઓ ઉપર સટ્ટાના ખેલ ખેલવા સજ્જ થઈ ગયા છે. આવો જ 1 સટ્ટોડીયો સિદ્ધપુર ખેરાલુ હાઈવે ઉપર બિલીયા નજીકથી પોતાની કારમાં બેસી સટ્ટા રમાડતો હતો અને પોલીસે તેને દબોચી લીધો હતો. સિદ્ધપુર પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદ મુજબ સિદ્ધપુર પોલીસ સ્ટાફના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે સિદ્ધપુર ખેરાલુ હાઈવે ઉપર બિલીયા નજીક રોડ ઉપર કોઈ શખ્સ કારમાં બેસી હાલમાં ચાલી રહેલી IPLની મેચ ઉપર મોબાઈલ એપ્લીકેશનની મદદથી સટ્ટો રમાડી રહ્યો છે.

આ પણ વાંચો: રાજયભરમાં ભરઉનાળે મેઘરાજાનું આગમન થતા આ વસ્તુઓના ભાવમાં ઉછાળો આવ્યો 

હાઈવે ઉપર કારમાં બેસી મોબાઈલ એપની મદદથી સટ્ટો લેવાય છે

જેથી પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં તાવડીયાનો દિનેશ રામાભાઈ પટેલ નામનો વ્યક્તિ પોતાની સ્વીફટ કાર નં. જીજે 01 એચએસ 7308 નજીક ઉભો રહી મોબાઈલમાં હરકત કરી રહ્યો હતો. જેને પોલીસે રોકીને તેની તપાસ કરતાં તેની પાસેથી બે મોબાઈલ મળી આવ્યા હતા અને તેમાંથી મેચના સટ્ટાના હારજીતના હિસાબો તેમજ ક્રિકેટ લાઈવ ગુરૂ નામની એપ્લીકેશન મળી આવી હતી. જેમાંથી તે ગ્રાહકોના સટ્ટા લેતો હોવાની વિગતો સામે આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં આઉટ સોર્સિંગ-કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં 5 હજાર કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસ 

પોલીસે કાર સહિત 3,49,280 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે તેની અટકાયત કરી તેના પાસેથી બે મોબાઈલ, રૂ.26,280 રોકડ રકમ, સ્વીફ્ટ કાર સહિત 3,49,280 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પટેલ દિનેશ રામાભાઈ રહે. તાવડીયા, તા. સિદ્ધપુર અને સુરતનો ઘનશ્યામભાઈ નામનો શખ્સ જે પણ આ સટ્ટામાં સામેલ હોવાથી તેના વિરૂદ્ધ પણ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button