ગુજરાતટ્રેન્ડિંગવિશેષ

હાડ થીજવતી ઠંડી સાથે કમોસમી માવઠાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ગુજરાતમાં હવે ધીમે ધીમે શિયાળાની સાચી ઠંડકની શરૂઆત થઈ રહી છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ લોકોને અત્યારે તો મજા આપી રહ્યો છે, પણ આ મજા વધુ દિવસ ટકવાની નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે કે આવતા થોડા જ દિવસોમાં ઠંડીનો પારો એટલો નીચે આવશે કે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળશે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 10 થી 13 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડી જોર પકડશે. સવારે હાડ થીજવે એવી ઠંડી પડશે, જ્યારે બપોરે તાપમાન 29થી 31 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. 16-17 ડિસેમ્બરે ફરી એક વખત તાપમાનમાં ઘટાડો થશે અને 22 ડિસેમ્બરની આસપાસ તો સૌથી ભયાનક ઠંડી પડવાની આગાહી છે. જાન્યુઆરી મહિનામાં પણ ઠંડા પવનો ફૂંકાશે.

કમોસમી વરસાદનું જોખમ

પરંતુ સૌથી મોટો ઝટકો ખેડૂતો માટે છે. દિવાળી વખતે પડેલા માવઠાથી હજુ ખેડૂતો ઉભર્યા નથી, ત્યાં ડિસેમ્બરના અંતમાં ફરી કમોસમી વરસાદનું જોખમ ઊભું થયું છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જ્યારે અરબ સાગરમાં પણ હલચલ વધી રહી છે. આ બન્ને સિસ્ટમની અસરથી ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં, ખાસ કરીને 22 ડિસેમ્બર પછી ગુજરાતના ઘણા ભાગોમાં માવઠું પડી શકે છે. આ વરસાદ હળવો ચક્રવાતી સ્વરૂપે પણ આવી શકે છે.

એટલે કે, એક તરફ હાડ થીજાવતી ઠંડી, બીજી તરફ પાકને નુકસાન પહોંચાડે એવો કમોસમી વરસાદ – ડિસેમ્બર 2025 ગુજરાત માટે ખૂબ જ કપરો થઈ શકે છે.

ખેડૂતોને સલાહ છે કે પાકની કાપણી જલ્દીથી જલ્દી પૂર્ણ કરી લે અને જરૂરી સાવચેતી રાખે. બાકીના લોકો પણ ગરમ કપડાં તૈયાર રાખે, કારણ કે આ વખતે શિયાળો સાચે જ દાંત કકડાવનારો આવવાનો છે.

આ પણ વાંચો: કેજરીવાલ રાજકોટમાં: ખેડૂત પરિવારોને મળ્યા, કહ્યું; ‘હવે ખાલી નહીં બેસીએ’

Back to top button