ગુજરાત: શિયાળાની વિદાયનો પ્રારંભ, વિવિધ શહેરોમાં જાણો કેટલે પહોંચ્યો સરેરાશ લઘુતમ તાપમાનનો પારો


- અમદાવાદમાં રાત્રિના 19.2 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું
- આગામી 5 દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્
- આગામી સપ્તાહથી અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે
ગુજરાતમાંથી શિયાળાની વિદાયનો પ્રારંભ થઈ ગયો છે અને મોટાભાગના શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી વધારે નોધાયો હતો. રાહતની વાત એ છે કે, આગામી 5 દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે.
અમદાવાદમાં રાત્રિના 19.2 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું
અમદાવાદમાં રાત્રિના 19.2 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ 24 કલાકમાં જ અમદાવાદના સરેરાશ લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થયો છે. આગામી 3 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 18થી 20 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.
આગામી સપ્તાહથી અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે
દિવસ દરમિયાન 34 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.9 ડિગ્રી વધારે નોંધાયું હતું. હવામાન નિષ્ણાતોને મતે આગામી સપ્તાહથી અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. ગત રાત્રિના અન્યત્ર વડોદરામાં લઘુતમ 18.2 મહત્તમ 33.6 ડિગ્રી, ભાવનગરમાં લઘુતમ 20.1 મહત્તમ 35.8, ભુજમાં લઘુતમ 18.8 મહત્તમ 35, ગાંધીનગરમાં લઘુતમ 18.5 મહત્તમ 35.5, રાજકોટમાં 18.6 મહત્તમ 33.7, સુરતમાં લધુતમ 18.1 મહત્તમ 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો: ગુજરાત : બુધવારથી વિધાનસભાનું બજેટ સત્ર પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાશે